માર્ગ મકાન વિભાગે કહ્યું, વિવિધ સરકારી વિભાગોને લીધે કીમ બ્રિજના નિર્માણમાં વિલંબ

– ઓવરબ્રિજ બનાવતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો કોઇ પ્રશ્ન નથીઃ
RTIઅરજી અંતર્ગત સરકારી વિભાગનો ચોંકાવનારો જવાબ

  સુરત

છેલ્લા
ચાર વર્ષથી ઓલપાડના કીમમાં બની રહેલા ઓવરબ્રિજની મંદગતિની કામગીરીથી લોકો  હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ત્યારે બ્રિજની કામગીરી
કરી રહેલા ઇજારદાર સામે કાર્યવાહી કરવાના બદલે ઉલ્ટાનું સરકારના અલગ અલગ વિભાગોના કારણે
કામગીરીથી વિલંબ થઇ રહ્યો હોવાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાતા સ્થાનિકોમાં
ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઓલપાડના
કીમ ગામમાં બની રહેલા ઓવરબ્રિજની કામગીરીમાં બેજવાબદારી દાખવવા તથા સમય મર્યાદામાં
કામ પૂર્ણ નહીં કરતા ઇજારદાર સામે શુ કાર્યવાહી કરાઇ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીને
આરટીઇ દ્વારા આ પ્રશ્ન પુછતા જે જવાબ મળ્યો હતો. તે જાણીને ચોંકી જવાઇ તેમ છે. દબાણો
, ડ્રેનેજ લાઇન, ઇલેકટ્રીક પોલ તથા ગેસ લાઇન, રેલ્વેમાંથી મંજુરી સહિતની
કામગીરી  માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવાની
હતી. પરંતુ આ અડચળો દૂર કરવા ઘણા પ્રયાસો હાથ હોય બેદરકારી તથા બેજવાબદારીનો પ્રશ્ન
જ ઉપસ્થિત થતો નથી.

<

p class=”12News”>વધુમાં
કીમ રેલ્વે ફાટક કીમ ગામના મુખ્ય બજારમાંથી પસાર થતુ હોય ડીમોલેશન
, યુટીલીટી શીફટીંગ,
રેલ્વે ડ્રોઇગ, કોરોના મહામારી વગેરેના કારણે
એજન્સી દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી શકાયુ નથી. એજન્સી પાસે વારંવાર પત્રો
તથા મૌખિક સુચના અનુસાર કામની ઝડપ વધે તે માટે પ્રયાસો પણ કરવામાં આવે છે. જેથી
એજન્સી વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી બ્લેકલિસ્ટ કરવા અંગે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો
નથી. આ જવાબને લઇને સ્થાનિકોમાં રોષ છે કે આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાના બદલે
આવા કોન્ટ્રાકટરોને વધારાના પૈસા આપી સરકાર અને પ્રજા પર બોજો પાડવાનું કામ કરે
છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s