ટ્યુબરે હેડ કોન્સ્ટેબલનો કોલર પકડી કહ્યું, ‘ લોકો પાસે માર ખવડાવીશ ‘

– રીંગરોડ એસટીએમના ગેટ પર મજુર સાથે ઝઘડો કરી ટોળું એકત્ર કર્યું અને પીસીઆર વાન ઇન્ચાર્જે પુછતા બોલ્યો, તારો વિડીયો ઉતારી વાયરલ કરીશ

સુરત, : સુરતના રીંગરોડ સ્થિત સુરત ટેક્સટાઈલ માર્કેટના ગેટ સામે એક મજુર સાથે ઝઘડો કરી ટોળું એકત્ર કરનાર પલસાણાના તાલોદરા ખાતે રાધાસ્વામી સત્સંગ કોલોનીમાં રહેતા 58 વર્ષીય યુ ટ્યુબરે હેડ કોન્સ્ટેબલનો કોલર પકડી તું મને ઓળખતો નથી તારો વિડીયો ઉતારી વાયરલ કરી નાખીશ અને લોકો પાસે માર ખવડાવીશ તેવી ધમકી આપતા સલાબતપુરા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સલાબતપુરા પોલીસ મથકની પીસીઆર 21 માં ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ લાભુભાઈ સુર ગતસાંજે સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે 6.50 કલાકે રીંગરોડ સુરત ટેક્સટાઈલ માર્કેટના ગેટ સામે લોકોનું ટોળું હોય ત્યાં જઈ તપાસ કરી તો એક વ્યક્તિ બુમાબુમ કરી ઝઘડો કરતો હતો. આથી વિજયભાઈએ તેને પૂછતાં તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને તું મને કોણ પૂછવાવાળો છે? તારી શું હેસીયત છે? તું મને ઓળખતો નથી, હું યુ ટ્યુબર છું.તારો વિડીયો ઉતારી વાયરલ કરી નાંખીશ તેવી ધમકી આપતા વિજયભાઈએ તેને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. આથી તેણે લોકોને ઉશ્કેરી વિજયભાઈના શર્ટનો કોલર પકડી ફરી ધમકી આપી હતી કે ચુપચાપ જતા રહો, મહીટર પબ્લીક પાસે માર ખવડાવીશ.

તે વ્યક્તિએ બાદમાં વિજયભાઈને ધક્કો પણ મારતા છેવટે પોલીસે તેને બળ વાપરી પકડી લીધો હતો અને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેની ઓળખ સુરેશ હોતુરામ નંદવાની ( ઉ.વ.58, રહે.204, સેવાબાગ બ્લોક નં.14, રાધાસ્વામી સત્સંગ કોલોની, તાલોદરા ગામ, તા.પલસાણા, જી.સુરત ) તરીકે થઈ હતી. સલાબતપુરા પોલીસે પોલીસની ફરજમાં રુકાવટ અંગે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેમજ સુરત ટેક્સટાઇલ માર્કેટ પાસે તે મજુર સાથે પોટલું અડી જતા મેં પ્રેસ મિડીયામેં હું તેરે કો સીધા કર દૂંગા કહી ઝઘડો કરતો હોય તે અંગે પણ અલગ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લોકઅપમાં મોડીરાતે બે મહિલા પોલીસ જવાન સામે નગ્ન થઈ ગયો

અશ્લીલ ચેનચાળા કર્યા : પોલીસે જેમતેમ સમજાવી કપડા પહેરાવ્યા

સુરત, : સલાબતપુરા પોલીસે સુરેશ નંદવાનીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી તેને એરેસ્ટ મેમોમાં સહી કરવા કહ્યું હતું. પરંતુ તેણે સહી નહીં કરી હિંસક વિરોધ કરતા તેને લોકઅપમાં રાખી તેના કોવીડ ટેસ્ટ માટેની કાર્યવાહી પોલીસે શરૂ કરી હતી. દરમિયાન, રાત્રે 2.30 વાગ્યે તે બુમાબુમ કરતો હોય પીકેટમાં હાજર મહિલા કોન્સ્ટેબલ અને મહિલા લોકરક્ષકે તેને શાંત રહેવા કહેતા તેણે અચાનક બધા કપડાં ઉતારી દીધા હતા અને નગ્ન થઈ અશ્લીલ ચેનચાળા કરવા લાગ્યો હતો.આ અંગે બને મહિલા પોલીસકર્મીએ પીએસઓને જાણ કરતા તેમણે પણ સુરેશ નંદવાનીને કપડાં પહેરવા કહ્યું હતું. જોકે, તે માન્યો નહોતો. આથી નાઈટ રાઉન્ડમાં નીકળેલા પીઆઈ કીકાણીને જાણ કરતા તે સ્ટાફ સાથે પોલીસ સ્ટશન આવ્યા હતા અને તેમણે પણ તેને કપડાં પહેરવા કહ્યું હતું. પરંતુ તે નહીં માનતા છેવટે મહામહેનતે તેને કપડાં પહેરાવી આ અંગે અલગથી ગુનો નોંધ્યો હતો.

સુરેશ નંદવાની માર્કેટમાં હલકી કક્ષાની સાડી વેચનારાઓને બ્લેકમેલ કરતો હતો : અગાઉ ધરપકડ પણ થઈ હતી

સુરત, : યુ ટયુબર સુરેશ નંદવાની માર્કેટ વિસ્તારમાં હલકી કક્ષાની સાડી વેચી છેતરપીંડી કરનારાઓને ફોન કરી બ્લેકમેલ કરે છે. અઢી વર્ષ અગાઉ સલાબતપુરા પોલીસ મથકમાં જ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ થઈ હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s