ટેક્સટાઇલ માટેની નેશનલ પોલિસીમાં સુરતને પ્રતિનિધિત્વ આપવા રજૂઆત

-નવા
દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં કોઇ સમસ્યા નહીં સર્જાય તેનું ધ્યાન રાખવાની
ફિઆસ્વીની હિમાયત

સુરત,

સુરત
આજે મેનમેઇડ ફાઇબરમાં
65 ટકા હિસ્સો ધરાવે છે. ટેક્સટાઇલ માટે નેશનલ પોલિસી બની રહી છે ત્યારે સુરતને
પણ પ્રતિનિધિત્વ આમાં આવે એવી રજૂઆત ફિઆસ્વીના ભરત ગાંધીએ આજે વીવનિટ એક્ઝિબિશનમાં
ટેક્સટાઈલ મંત્રી અને સેક્રેટરી સમક્ષ મુકી હતી.

ટેક્સટાઇલ
ઉદ્યોગના ઘણા બધા પ્રશ્નો છે
,
તો તેના માટે ટેબલ પર બેસીને ચર્ચા કરી શકાય. કમિટી કે સબ-કમિટી
બનાવવામાં આવે તો પ્રશ્નો અંગે ચર્ચા થઇ શકે
, ઉદ્યોગ પણ
પોતાની વાત રજૂ કરી શકે. ચીનની સાથે સાથ વિયેતનામ અને બાંગ્લાદેશ પણ આપણા માટે કોમ્પિટિટિવનેસમાં
ખતરો છે
, એમ તેમણે કહ્યું હતું.

થોડા
દિવસ પહેલાં કપડાં મંત્રી દ્વારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે વાત કરવામાં આવી હતી.
અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાંગ્લાદેશ
,
શ્રીલંકા અને વિયેતનામ સાથે ચાલી રહ્યો છે, તેનો
દુરુપયોગ થઈ રહ્યો છે.
10 ટકા ડયુટી તેઓ લઈ રહ્યા છે. હવે
યુરોપિયન યુનિયન
, યુનાઇટેડ આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની વાત છે. પરંતુ કોઈપણ સમસ્યા નહીં સર્જાય તેનું ધ્યાન
રાખવાની જરૃર છે.

તેમણે
આઇટીસી મીટીંગ મહિનામાં બે વખત યોજવામાં આવે કે જેથી ગૂંચવાયેલા મુદ્દાઓનું નિરાકરણ
થઈ શકે તથા ટેક્સટાઈલ મિનિસ્ટ્રીએ જાહેર કરેલી રુ.
10863 કરોડની પ્રોડક્શન લિંક ઈન્સેન્ટિવ
યોજનાનો ગુજરાત લાભ ઉઠાવશે અને રોજગારીની નવી તકો ઉભી કરશે
, એવી
આશા વ્યક્ત કરી હતી
.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s