સુરત: અઠવાલાઈન્સ ગોકુલમ ડેરી નજીક વૃદ્ધને ભોળવી ગુજરાત ગેસ કંપનીના કર્મચારીના સ્વાંગમાં ગઠીયો રૂ,40,210 લઈ ફરાર


– ગેસ મીટર બદલવાનું છે કહી નવા મીટર અંગે વૃદ્ધના પુત્ર સાથે ફોન પર વાત કરી પૈસા માંગ્યા, હકીકતમાં પુત્ર સાથે પૈસા અંગે વાત જ કરી નહોતી

સુરત,તા.11 સપ્ટેમ્બર 2021,શનિવાર

સુરતના અઠવાલાઈન્સ ગોકુલમ ડેરી નજીક રહેતા વૃદ્ધને ભોળવી ગુજરાત ગેસ કંપનીના કર્મચારીના સ્વાંગમાં ગઠીયો રૂ,40,210 લઈ ફરાર થઈ ગયો હતો. ગેસ મીટર બદલવાનું છે કહી ગઠીયાએ નવા મીટર અંગે વૃદ્ધના પુત્ર સાથે ફોન પર વાત કરી પૈસા માંગ્યા હતા. હકીકતમાં તેણે વૃદ્ધના પુત્ર સાથે પૈસા અંગે વાત જ કરી નહોતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અઠવાલાઈન્સ ગોકુલમ ડેરી નજીક નંદનિવાસ મકાન નં.22 માં રહેતા 74 વર્ષીય ઓમપ્રકાશભાઈ રામવિલાસ અગ્રવાલ મજૂરાગેટ વિશ્વકર્મા ચેમ્બરમાં ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનો વ્યવસાય કરે છે. ગતસાંજે 4.45 વાગ્યે તે પોતાના ઘરના પહેલા માળે બાલ્કનીમાં બેસી વાંચતા હતા ત્યારે 35 થી 40 વર્ષનો અજાણ્યો તેમનું નામ વોચમેનને પૂછી ઉપર આવ્યો હતો. તે વ્યક્તિએ પોતાની ઓળખ ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે આપી તમે અરજી આપી છે, તમારા ગેસનું બિલ વધારે આવે છે તેથી નવું મીટર લગાવી આપીશ. જેથી બિલ ઓછું આવશે તેવી વાત કરી ઓમપ્રકાશભાઈને તેમના પુત્ર વિવેક અંગે પૂછી તેની સાથે વાત કરાવવા કહ્યું હતું.

વિવેક ઓફિસમાં હોય ઓમપ્રકાશભાઈએ તેને ફોન જોડી તે વ્યક્તિને આપતા તેણે પોતાની ઓળખ રૂપલ તરીકે આપી વિવેક સાથે ગેસબીલ કેટલું આવે છે, કેટલા મીટર છે, તમારૂ બિલ ઓછું આવે તે માટે કાલે નવું મીટર નાંખી આપીશ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તેણે ઓમપ્રકાશભાઈને નવા મીટરના રૂ.40,210 આપવાના છે કહેતા તેમને લાગ્યું હતું કે વિવેક સાથે વાત થઈ છે. આથી તેમણે તે વ્યક્તિને પૈસા આપતા તે જે સફેદ મોપેડ પર આવ્યો હતો તેના પર ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ઓમપ્રકાશભાઈએ વિવેકને ફોન કરી પૈસાની વાત કરતા વિવેકે તેની સાથે પૈસાની કોઈ વાત જ કરી ન હોવાનું જણાવ્યું હતું. પોતે છેતરાયા છે તેવું જાણતા ઓમપ્રકાશભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s