દર્દી જલદી સાજા થાય તે માટે નવી સિવિલમાં 7 સ્થળે શ્રીજીની સ્થાપના

– MICU, ઓપરેશન થિયેટર, એફ –2, જી –2 અને જી –3 વોર્ડ તેમજ રેડિયોલોજી વિભાગ અને નસિગ કોલેજમાં ગણેશોત્સવ

        સુરત

કહેવાય
છે કે દર્દીને  દવા સાથે દુઆ આપવાથી દર્દી
જલ્દી સાજા થાય છે.  કોરોના સહિતના દર્દીઓ
જલદી સાજા થાય અને દુઃખ દૂર થાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલનાં વોર્ડ તથા
વિભાગ અને સરકારી  નસિગ કોલેજ મળીને સાત
જગ્યાએ  વિઘ્નહર્તાની સ્થાપ્ના કરવામાં આવી
છે. જ્યાં નસિગ સ્ટાફ
,
ડોક્ટરો, નસિગ વિદ્યાર્થીઓ તથા દર્દી અને
તેમના સબંધીઓ દ્વારા પૂજા કરાશે.

નવી
સિવિલ હોસ્પિટલમાં એમ.આઈ.સી.યુ
,
ઓપરેશન થિયેટર, એફ – ૨ વોર્ડ, જી -૨ વોર્ડ, જી -૩ વોર્ડ અને  રેડિયોલોજી વિભાગની ઓપીડીમાં વિધ્નહર્તા દેવની
સ્થાપના કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દી તથા વોર્ડમાં દાખલ દર્દીઓ જલદી
સાજા થાય એવી ભાવના સાથે શ્રીજીની પૂજા કરવામાં આવશે.  જી-૩ વોર્ડમાં નર્સ રેખા સહિત સ્ટાફને પૂજારીએ
મોબાઇલથી ઓનલાઇન ગણેશજીની સ્થાપ્ના કરાવી હતી. નસગ એસો. ના દિનેશ અગ્રવાલે કહ્યું
હતું. નસિગ વ્યવસાય પણ સર્વ ધર્મ સમભાવનાં ઉદ્દેશથી ચાલે છે.  ગવર્મેન્ટ નસિગ કોલેજમા શ્રીજીની
સ્થાપના કરાઇ છે. અને સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. અહીં ઈકો ફ્રેન્ડલી
શ્રીજીની પંચધાતુની મૂત મૂકવામાં આવી છે. અને સાથે માટીની મૂતનૂ સ્થાપના પણ
કરવામાં આવી છે. નસિગ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતનો સ્ટાફ પૂજા
કરશે.  એવું નસગ કોલેજના પ્રોફેસર કિરણભાઈ
દોમડીયાએ જણાવ્યું હતું.

 – નવી સિવિલ
ખાતે તમામ ધર્મના સ્ટાફ દ્વારા શ્રીજીની પુજા અર્ચના

સુરત
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોમી એકતાનો માહોલ જોવા મળ્યો છે. હિન્દુ
, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ એમ બધા જ ધર્મનાં ભાઈ બહેન એ વિચારધારા સાથે તમામ સમુદાયના
નસગ વિદ્યાર્થીઓ
, શિક્ષકો અને નસગ સ્ટાફ સહિતના કર્મચારીઓ હંમેશા
દરેક તહેવાર સાથે મળીને મનાવે છે. હાલમાં  તમામ
ધર્મના લોકો વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી રહ્યા છે. એવું નસિગએસોના. ઇકબાલ કડીવાલે
જણાવ્યું હતું.

 – દર વર્ષે
મહોલ્લામાં પુજા કરતા હતા પણ હાલમાં સિવિલના વોર્ડમાં

ભરૃચ
ખાતે રહેતો ૨૫ વર્ષીય નિલેશ વસાવા બે દિવસ પહેલા મોપેડ પર કિમ ખાતે જતો હતો. તે
સમયે કીમ રોડ પર ટેમ્પાએ મોપડને ટક્કર મારતા તેને ઇજા થતા સારવાર માટે નવી
સિવિલમાં એફ-૨ વોર્ડમાં દાખલ કર્યો છે. તેણે કહ્યુ કે દર વર્ષ મહોલ્લામાં ગણપતિ
દાદાની પુજા કરતા હતા. પણ અકસ્માત થયો હોવાથી આ વર્ષે પુજા થશે એવી આશા ન હતી. પણ
સિવિલમાં વોર્ડમાં વિધ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. એટલે હું ત્યાં પુજા
અર્ચના કરીને મારુ દુઃખ દર્દ ભુલી રહ્યો છો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s