ક્લીયર ટાઇટલ વગરની અંકલેશ્વરની જમીનમાં પ્લોટીંગ કરી 27 લોકોને ઠગ્યા

– 10 વર્ષ પહેલા ઓફિસ શરૂ કરી હતી : બે ભાઈ, દંપત્તિ સહિત 7 સામે ફરિયાદ

– ઉધના દીપરેખા કોમ્પલેક્ષમાં ગ્રીન હેવન ઇન્ડિયા ડેવલોપર લી. એ 27 પ્લોટનું બુકીંગ લીધું હતું 

સુરત, : સુરતના ઉધના દીપરેખા કોમ્પલેક્ષમાં ગ્રીન હેવન ઇન્ડિયા ડેવલોપર લી. ના નામે 10 વર્ષ અગાઉ ઓફિસ શરૂ કરી ટાઇટલ ક્લીયર ન હોવા છતાં ક્લીયર હોવાનું જણાવી અંકલેશ્વરની જમીનમાં પ્લોટીંગ કરી 27 પ્લોટધારકોને વેચી છેતરપિંડી કરનાર બે ભાઈ, દંપત્તિ સહિત 7 વિરુદ્ધકતારગામના એલઆઈસી એજન્ટ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના ખારવા ગામના વતની અને સુરતમાં કતારગામ હેલ્થ સેન્ટરની પાછળ હરેકૃષ્ણ સોસાયટી પ્લોટ નં.48 માં રહેતા 35 વર્ષીય જયેન્દ્રભાઈ ચતુરભાઇ હીંગળાદીયા કતારગામ આંબાતલાવડી રોડ લલીતા ચોકડી શિવ કોમ્પલેક્ષ ખાતે શ્રી આર્ટ ગ્રાફિક્સ ડિઝાઇન એન્ડ પ્રિન્ટીંગનું કામ કરે છે. તેની સાથે એલઆઈસીના એજન્ટ પણ છે. જયેન્દ્રભાઈ અને તેમના ભાઈ અમિતે એપ્રિલ 2011 માં સુરતના ઉધના મેઈન રોડ દીપરેખા કોમ્પલેક્ષમાં ગ્રીન હેવન ઇન્ડીયા ડેવલોપર લી.ના સંચાલકોએ ભરુચ અંકલેશ્વરના અડાદરામાં પ્લોટીંગનું આયોજન કર્યું હોય અને તેમણે ટાઇટલ કલીયર હોવાનું જણાવી પ્લોટોનું વેચાણ કરવા માટે પેમ્પલેટ છપાવી અને એન.એ.પ્લાન પાસ કરવાની વાત કરી હોય બે પ્લોટ બુક કરાવ્યા હતા. ગ્રીન હેવન ઇન્ડીયા ડેવલોપર લી.ના સંચાલકોએ બંને ભાઈ ઉપરાંત અન્ય 25 વ્યક્તિને પણ પ્લોટ વેચી રૂ.50 હજારથી માંડીને રૂ.2.50 લાખ લઈ પેઢીની રસીદો, કબ્જા રસીદ તથા એગ્રીમેન્ટ બનાવી આપ્યા હતા.

જોકે, તેઓ ટાઈટલ ક્લીયર કરાવી શક્યા નહોતા. પરિણામે તેઓ તમામ પ્લોટ હોલ્ડરોને પ્લોટનો કબ્જો સોંપી શક્યા નહોતા. આ અંગે છેવટે ગતરોજ જયેન્દ્રભાઈએ 27 પ્લોટધારકો વતી ગ્રીન હેવન ઇન્ડીયા ડેવલોપર લી.ના સંચાલકો કેતનભાઇ અરવિંદભાઇ પટેલ અને તેમના ભાઈ અમિતભાઈ ( બંને રહે.1001, હોરીજોન હાઇટ્સ, વેસુ વીઆઇપી રોડ, સુરત ), દંપત્તિ ચેતના બેન-ભુપેન્દ્રભાઇ ત્રીભુવનદાસ પટેલ ( બંને રહે.પ્લોટ નં.14, ખોડીયારનગર, કતારગામ, સુરત ), જીગ્નાબેન નગીનભાઇ અમીન ( રહે. મૈત્રી રો હાઉસ, પાર્લે પોઇન્ટ, સુરત ), ઉમેશકુમાર કેશવભાઇ પટેલ ( રહે. ડી/૬604, કેદારધામ એપાર્ટમેન્ટ, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ), કલ્પેશભાઇ જયેન્દ્રભાઇ બારોટ ( રહે.બી/15, વિશાલનગર, સરદાર બ્રિજ પાસે, અડાજણ, સુરત ) વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ વી.બી.દેસાઇ કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s