કોન્ટ્રાક્ટરે મજુરીના રૂ.18 હજાર નહીં આપતા તેને પતાવી દેવા યુવાને તમંચો ખરીદ્યો


– જોકે, કોન્ટ્રાકટર મળ્યો નહીં અને પૈસાની જરૂર પડતા ડિંડોલીમાં તમંચો વેચવા નીકળ્યો અને પકડાઈ ગયો

સુરત, : સુરતના કડોદરામાં રહેતા કોન્ટ્રાક્ટર પાસેથી મજુરીના બાકી રૂ.18 હજાર કઢાવવા માટે વતનથી લાવેલા તમંચા સાથે ચલથાણના યુવાનને એસઓજીએ ડિંડોલી-ખરવાસા રોડ જવાહર વિધ્યાલય સામેથી ઝડપી લીધો હતો. યુવાનનો ઈરાદો કોન્ટ્રાકટર બાકી રૂ.18 હજાર નહીં આપે તો મારી નાખવાનો હતો પરંતુ કોન્ટ્રાકટર નહીં મળતા અને પૈસાની જરૂર હોય ડિંડોલીમાં તમંચો વેચવા આવ્યો ને ઝડપાઈ ગયો.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ અનિલભાઈ વિમજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈને મળેલી બાતમીના આધારે એસઓજીએ ગતરોજ ડિંડોલી-ખરવાસા રોડ જવાહર વિધ્યાલય સામેથી રજનીશ શશીભૂષણ શર્મા ( ઉ.વ. રહે.મનિષભાઈના મકાનમાં, અંબિકાનગર સોસાયટી, સુગર ફેક્ટરીની સામે, ચલથાણ, તા.પલસાણા, જી.સુરત. મૂળ રહે.બિહાર ) ને રૂ.5 હજારની કિંમતના તમંચા સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ પુછપરછ કરતા રજનીશે જણાવ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ તેણે કડોદરા જે.જે.કોમપ્લેક્ષ મસ્જીદ પાસે રહેતા કોન્ટ્રાક્ટર સંદીપ ખાન સાથે વેલ્ડીંગનુ કામ કર્યું હતું. તેની મજૂરીના બાકી નીકળતા રૂ.18 હજાર કોન્ટ્રાકટર આપતો નહોતો. કોન્ટ્રાકટરે તેને ધમકી પણ આપી હતી કે પૈસા માંગવા આવીશ તો મારશે.

આથી કોન્ટ્રાક્ટરને ડરાવી ધમકાવી પૈસા કઢાવવાના તે થોડા દિવસ પહેલા પોતાના વતનથી ટ્રેનમાં પરત સુરત આવતો હતો ત્યારે રસ્તામાં એક અજાણ્યા પાસેથી તમંચો ખરીદ્યો હતો. તેનો ઈરાદો જો કોન્ટ્રાકટર પૈસા નહીં આપે તો તેને મારી નાખવાનો હતો. પરંતુ કોન્ટ્રાકટર નહીં મળતા અને પૈસાની જરૂર હોય ડિંડોલીમાં તમંચો વેચવા આવ્યો ને ઝડપાઈ ગયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s