ઓનલાઇન ધંધો કરતા યુવાનનો સરથાણાની ઓફિસમાં આપઘાત

– મુળ
ભાવનગરનાં  યુવાનને આગામી દિવસોમાં કામ
અર્થે લંડન જવાની ઇચ્છા હતી

        સુરત
:

 વરાછા વિસ્તારમાં રહેતા યુવાને સરથાણામાં આવેલી
પોતાની ઓનલાઇન સેલિંગની ઓફિસમાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને ફાંસો ખાઈ આપઘાત કરી
લેતા પરિવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી. યુવકની આગામી દિવસોમાં  કામ અર્થે લંડન જવાની ઇચ્છા હતી.

<

p class=”12News”>પોલીસ
પાસેથી મળેલી વિગત મુજબ વરાછાના એલએચ રોડ પર શિવનગર સોસાયટીમાં રહેતો
22 વર્ષીય  દિવ્યાંગ સુખલાલ ઝાલાવાડિયા ઓનલાઇન ધંધો કરતો
હોવાથી સરથાણા જકાતનાકા પાસે વોઈસરાય શોપિંગ સેન્ટરમાં  ઓફિસ હતી. ગુરૃવારે સાંજે તેના પિતાએ તેને
ત્રણથી ચાર વખત મોબાઇલ કોલ કર્યો હતો.  તે
કોલ ઉપાડતો ન હોવાથી પિતાએ બાજુની ઓફિસના એક પરિચિત વ્યક્તિને ફોન કરી તપાસ કરવા
કહેતા તે વ્યકિત તેની ઓફિસમાં જઈને જોતા 
દિવ્યાંગ  ઓફિસમાં  પંખા સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં
હતો. જેને જોઇ તે  ગભરાઇ ગયો હતો. બાદમાં
તેના પિતાને જાણ કરતા  તેઓ સ્થળ પર દોડી
આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે દિવ્યાંગ મુળ ભાવનગરના ગારીયાધારના મોટા
ચારોડીયાગામનો વતની હતો. તેને એક ભાઈ છે. 
તેના પિતા જમીન દલાલ છે. તે કામ અર્થે આગામી દિવસોમાં લંડન પણ જવાની ઇચ્છા
ધરાવતો હતો. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s