ઉકાઇ ડેમમાં 1.91 લાખ ક્યુસેક ઇન્ફલોઃ મોડીસાંજે સપાટી વધીને 340.35ફુટ


સુરત

ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવા બપોરે નિર્ણય લેવાયા બાદ ઇન્ફલો ઘટી જતા નિર્ણય બદલી 22 હજાર ક્યુસેક ડિસ્ચાર્જ

છેલ્લાં
ત્રણેક દિવસોથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદના પગલે ગઈકાલે ડેમમાં 1.91 લાખ
પાણીનો હેવી ઈન ફ્લો ઠલવાતા  ઉકાઈની સપાટી  સડસડાટ વધીને રૃલ લેવલ સુધી પહોંચી જવા પામી હતી.
મોડીસાંજે ડેમની સપાટી 340.35  ફુટ નોંધાઇ હતી. જ્યારે સાંજે 1.02 લાખ ક્યુસેક ઇન્ફલો
સામે 22 હજાર ક્યુસેક જ પાણી છોડવાનું જારી રખાયું હતું.

ચાલુ
વર્ષે વરસાદી સિઝનના પ્રારંભથી જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતાં
ઉકાઈ ડેમમાં પાણીની આવકની મોટા પાયા પર અછત વર્તાતી હતી. અલબત્ત ઉકાઈ ડેમમાં
પાણીની સપાટી જોતા જળસંકટ તોળાવવાની સંભાવના એટલી વધુ જણાતી નહોતી. પરંતુ ચાલુ
વરસાદી સિઝનમાં પાછોતરા વરસાદના પગલે છેલ્લાં ત્રણેક દિવસોથી ઉકાઈના ઉપરવાસમાં
નોંધપાત્ર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીનો હેવી ઈન ફ્લો ઠલવાયો છે.જેના પગલે
ડેમની સપાટી તેના રૃલ લેવલ લગોલગ પહોંચી જવા પામી છે.

ગઈકાલે
મધરાત્રે ઉકા ઈ ડેમમાં 1.91 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવકના પગલે  ડેમની સપાટી તેના રૃલ લેવલ 340ફુટન ેલગોલગ
પહોંચી ગઈ હતી. જેથી ડેમના રૃલ લેવલને મેઈન્ટેઈન કરવા તથા સંભવતઃ ઉપરવાસના વરસાદની
સંભાવનાને લક્ષમાં લઈને ડેમના સત્તાધીશોએ આજે બપોરે 1 કલાકે 20 હજાર ક્યુસેક
પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય લીધો હતો.જે 
તબક્કાવાર દિવસ દરમિયાન પરિસ્થિતને ધ્યાને લઈને 1 લાખ ક્યુસેક સુધીનો
કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જો કે ઉપરવાસમાં ગઈકાલથી વરસાદી વિરામની
પરિસ્થિતિના પગલે ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોધાતા 1.43 લાખનો ઈન ફ્લો નોંધાયો
હતો. બીજી તરફ હથનુર ડેમમાંથી પણ માત્ર 38 હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં
આવતાં ડેમમાં પાણીની આવક ઘટતા ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી સતત છોડવાના નિર્ણયને
તંત્રવાહકોએ બદલ્યો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s