સુરત: ઉકાઈ ડેમમાંથી આજે બપોરે 1 કલાકે 20 હજાર ક્યૂસેક પાણી છોડાશે

સુરત, તા. 10 સપ્ટેમ્બર 2021 શુક્રવાર

ઉકાઈડેમના ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે બપોરે 1 કલાકે ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડી તબક્કાવાર 1 લાખ ક્યૂસેક પાણી છોડવાનો વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત શહેર સહિત જિલ્લા અને ઉકાઈના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યુસેક થતા ઉકાઈની સપાટી સડસડાટ વધીને રૂલ લેવલથી પાંચ ફુટ નીચી રહી છે. 

આજે સવારે 19 કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધવાના પગલે ડેમની સપાટી 338.80 ફૂટ નોંધાઈ છે. માત્ર 24 કલાકમાં ગઈકાલે દિવસ દરમિયાન 1.75 લાખ ક્યુસેક પાણીની આવક ઘટીને સાજે 50 હજાર ક્યુસેક થવા સાથે  સપાટી 337.03 ફૂટ નોધાઈ હતી. જે ભયજનક સપાટી 345 ફૂટથી આઠ ફૂટ દૂર છે. હાલ ઉકાઈ ડેમ 81 ટકા ભરાઈ ગયો હોઈ સિચાઈ તથા પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે.

બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આગામી દિવસોમાં પાછોતરા વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આજે બપોરે 1 કલાકથી 20 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવશે. જે તબકકાવાર 1 લાખ ક્યુસેક સુધી આજ સુધીમાં પાણી છોડવામાં આવશે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારો પર સતત મોનીટરીંગ તથા સાવચેતીના પગલાં ભરવા સંબંધિત લાયઝન તથા નોડલ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s