સુરતમાં વરસાદી વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તાની શાહી પધરામણી

સુરતમાં પચ્ચીસ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના: વાજતે ગાજતે શ્રીજીને લાવતાં ભક્તો ઘેલા બન્યા 

સુરત, તા. 10 સપ્ટેમ્બર 2021 શુક્રવાર 

સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતીને ભુલીને આજે સુરતીઓ શ્રીજીમય બન્યા હતા. આજે વરસાદના વિધ્નની વચ્ચે સુરતમાં વિધ્નહર્તાની શાહી પધરામણી થઈ હતી. સુરતમાં વરસતા વરસાદ વચ્ચે જ ભક્તો શ્રીજીને ધામ ધુમ પુર્વક લઈ જતાં નજરે પડ્યા હતા. ગણપતિબાપા મોરીયાના નારા સાથે ભક્તો ઘેલા બન્યા હતા. 

જોકે, આ વર્ષે મોટી શોભાયાત્રાના બદલે રીક્ષા, ખાનગી વાહનો સાથે ટુ વ્હીલર પર પણ શ્રીજીની પ્રતિમા લઈ જતાં ભક્તો નજરે પડ્યાં હતા. સુરતમાં કોરોનાના કેસ ઘટવા સાથે સરકારે ગણેશ ઉત્સવની મંજુરી આપતાં ભક્તોમાં આનંદની લહેર થઈ રહી છે.   

હિન્દુઓના પવિત્ર એવો ગણેશ ચતુર્થીનો તહેવાર આજે શરૃ થાય તે પહેલાં વરસાદનું વિધ્ન આવ્યું હતું. શહેરમાં આજે સવારથી જ વરસાદી ઝાંપટાનું વિધ્ન આવ્યું હતું પરતું ગણેશ ભક્તો માટે આ વિધ્ન સામાન્ય બની રહ્યું હતું. અટુત શ્રધ્ધા સાથે આજે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો વિધ્નહર્તાની પ્રતિમા ઘરે કે મંડપમાં લાવવા માટે ઉતાવળા બન્યા હતા. આજે સવારથી જ પ્રતિમાનું વેચાણ કરનારાઓને ત્યાં ભક્તોની ભીડ જોવા મળી હતી. 

આ વર્ષે મોટા આયોજન નથી પરંતુ ઘરે અને નાના મંડળો મળીને ૨૫ હજારની આસપાસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે બેન્ડ કે ડીજેના તાલે ગણેશજીની પધારણી જોવા મળી ન હતી. પરંતુ શ્રધ્ધાળુ પરિવારે પોતે ઢોલ નગારા સાથે ગણેશજીની પ્રતિમા લેવા માટે પહોંચ્યા હતા. મુર્તિકારને ત્યાંથી ગણેશજીની પ્રતિમા લઈને મોટા ટેમ્પોમાં ભાગ્યે જ કોઈ જતું જોવા મળ્યું હતું. મોટા ભાગના ગણેશ ભક્તો ખાનગી વાહન, રીક્ષા કે બાઈક પર શ્રીજીની પ્રતિમાને લઈ જતાં નજરે પડયાં હતા. 

સુરતમાં આ વર્ષે પ્રતિમાની સંખ્યા ઓછી છે પરંતુ ભક્તોએ જુદી જુદી થીમ સાથે સેવા કાર્ય કરવા માટે પણ આયોજન કર્યું છે. આજે વરસાદી વિધ્ન વચ્ચે ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી વિધ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. આગામી દસ દિવસ ગણેશ ભક્તો બાપાની પૂજા કરશે અને હવે કોરોનાનો કહેર દુર થાય તેવી પ્રાર્થના પણ કરશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s