મ્યુનિ.ને માસિક બે લાખથી વધુનો ફાયદો થાય તેવી દરખાસ્ત નજીવા કારણે મુલત્વી

સવારે
શાસક પક્ષ નેતા અને ડે. મેયર સ્થળ મુલાકાત ગયા અને જગ્યા પર કમ્પાઉન્ડ વોલ ન દેખાતા
ટેન્ડર અંગેનો નિર્ણય ન કરાયો

સુરત,

સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોએ મળતીયાઓને
ફાયદો કરાવવા માટે પાલિકાને ફાયદો થાય તેવી દરખાસ્ત મુલત્વી રાખી છે. મગોબ ફ્રૂટ માર્કેટની
બાજુમાં પે એન્ડ પાર્ક  માટે માસિક ચાર લાખની
આવક થાય છે, તે દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુલત્વી રાખવામાં આવી હતી.  સ્થાયી સમિતિની બેઠક પહલેાં શાસક પક્ષ નેતા અને
ડેપ્યુટી મેયરે સ્થળ મુલાકાત  લીધી હતી અને
જગ્યા પર કમ્પાઉન્ડ વોલ ન દેખાતા કમ્પાઉન્ડ વોલ કર્યા બાદ કામગીરી સોંપવા માટેનો નિર્ણય
કરાયો છે.

સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોનમાં ટીપી
સ્કીમ નંબર 34 (મગોબ-ડુંભાલ)માં ફ્રૂટ માર્કેટની બાજુમાં આવેલા પે એન્ડ પાર્કને સ્થાયી
અધ્યક્ષ પરેશ પટેલે સુઓમોટો ઠરાવ કરીને ભાજપના મળતીયાઓને આપી દીધું હતુ. સ્થાયી સમિતિએ
માસિક બે લાખની ભાડાની આવક સાથે ભાડે આપી દીધું છે તેની સામે ટેન્ડરમાં વાર્ષિક 42.45
લાખ અને જી.એસ.ટી. સાથેની ઓફર આવી છે. આ ઓફરના કારણે પાલિકાને સીધો મહિને બે લાખનો
ફાયદો થાય છે.

પરંતુ આ ટેન્ડર જ્યારે બહાર પડાયા
ત્યારે જ એવું કહેવાતું હતું કે મળતીયાઓને ફાયદો થાય તે માટે ટેન્ડરની પ્રક્રિયા ધીમી
કરવામાં આવશે અને આજે સ્થાયી સમિતિએ જે નિર્ણય કર્યો છે તેનાથી આ આશંકા સાચી પડી છે.
અત્યાર સુધી પાલિકા તંત્ર આ પે એન્ડ પાર્ક આપી રહી છે, ત્યારે કમ્પાઉન્ડ વોલની જરૃર
નહી પડી અને હાલ સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમાં પણ કમ્પાઉન્ડ
વોલની જરૃર નથી. પરંતુ પાલિકાને ફાયદો થાય છે તેવું નવું ટેન્ડર આવ્યું છે ત્યારે શાસક
પક્ષ નેતા અમિત રાજપૂત અને ડેપ્યુટી મેયર દિનેશ જોઘાણીએ વિઝીટ કરીને સ્થળ પર કમ્પાઉન્ડ
વોલ નથી તેવું કારણ આગળ ધરીને આ ટેન્ડરની દરખાસ્ત મુલત્વી રાખી છે. શાસકોની આવી હરકત
બાદ એવી ચર્ચા પાલિકામાં થઈ રહી છે કે, હજી પણ આ દરખાસ્ત રજુ કરવામાં આવશે નહીં અને
મળતીયાઓને છ માસ કે તેથી વધુ સમય સુધી અહી પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપીને બખ્ખા
કરાવી દેવાશે.ઔઉન્નતી એન્ટરપ્રાઇઝે લેખિતમાં ના પાડયા બાદ ફી ભરીને કોન્ટ્રાક્ટ લઇ
લીધો

<

p class=”12News” style=”text-align:justify;”>સુરત મ્યુનિ.ના સ્થાયી અધ્યક્ષે
સુઓમોટો ઠરાવ કરીને પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ભાજપના મળતીયાઓને આપી દીધો હતો તે
ઉન્નતી એન્ટર પ્રાઈઝે  વિવાદ થતાં  આર્થિક સંકળામણનું કારણ આગળ ધરી   કોન્ટ્રાક્ટ માટે ના પાડી દીધી હતી. સ્થાયી સમિતિએ
પંદર દિવસમાં પૈસા ન ભરે તો કોન્ટ્રાક્ટ રદ્દ થશે તેવી શરત કરી હોવા છતાં અઢાર દિવસ
બાદ લિંબાયત ઝોને ડિપોઝીટના પૈસા સ્વીકારી કુલડીમાં ગોળ ભાંગ્યો હતો. આવા કોન્ટ્રાક્ટરને
વધુ ફાયદો થાય તે માટે ભાજપ શાસકોએ આજે કમ્પાઉન્ડ વોલનું કારણ આગળ ધરીને પાલિકાને ફાયદો
થાય તેવી દરખાસ્ત મુલત્વી રાખી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s