પુત્રવધુને આત્મહત્યાની દુષ્પ્રેરણા કેસમાં આરોપી સસરાના આગોતરા જામીન રદસુરત

પિયરથી એક લાખ લાવવાનું દબાણ કરી સાસરીયા ત્રાસ આપતા હોવાથી પરિણીતાએ આત્મઘાતી પગલું ભર્યું હતુ

આજથી
દોઢેક વર્ષ પહેલાં યુવાન પુત્રવધુને દહેજના મામલે ત્રાસ આપી આત્મઘાતી પગલું ભરવા
મજબુર કરનાર પતિ-સાસરીયા પૈકી આરોપી સસરાએ ચોકબજાર પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી
આગોતરા જામીનની માંગ કરતા એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ
દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી હતી.

મૂળ
ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની આરોપી જયકુમાર સ્વામીનાથ પટેલ (રે.રીવરપાર્ક
સોસાયટી
,સિંગણપોર
કોઝ વે)ના લગ્ન 23 વર્ષીય સરીતાબેન સાથે થયા હતા. લગ્નજીવનના ટુંકાગાળામાં
પતિ-સાસરીયા દ્વારા પરિણીતાને પિયરમાંથી એક લાખ રૃપિયા લાવવાનું દબાણ કરીને ત્રાસ
આપતાં હતા. જેથી કંટાળીને સરીતાબેને તા.13-8-2021ના રોજ આત્મઘાતી પગલું ભરીને
જીવતર ટુંકાવ્યું હતુ. મૃત્તક પુત્રીના ફરિયાદી પિતા સુનીલકુમાર રાજેન્દ્રપ્રસાદ
પટેલ (રે.આઝાદ નગર ભટાર)એ આરોપી જમાઈ જયકુમાર
, સસરા
સ્વામીનાથ રામલખન
, સાસુ ચંદ્રવતીબેન તથા નણંદ પૂજાબેન પટેલ
વિરુધ્ધ દહેજ સંબંધી ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનાની ફરિયાદ
નોંધાવી હતી. આ કેસમાં ચોકબજાર પોલીસની ધરપકડથી બચવા મૃત્તકના આરોપી સસરા
સ્વામીનાથ રામલખન પટેલે આગોતરા જામીન માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકાર
પક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું કે
,
આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપી પરપ્રાંતીય
હોઈ જામીન આપવાથી ટ્રાયલમાં હાજર ન રહે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેમ છે.
જેને કોર્ટે માન્ય રાખી આરોપી સસરાના આગોતરા જામીનની માંગને નકારી કાઢી હતી
.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s