ઉકાઇ ડેમ એલર્ટ લેવલને પાર : ખેતીપાક અને પીવાના પાણીની ચિંતા દૂર થઇ

-1.75
લાખ કયુસેક આવક બાદ સાંજે ઘટીને
50,000 ક્યુસેક : 24 કલાકમાં સપાટી અઢી ફૂટ વધતા હવે રૃલ લેવલથી
માત્ર ત્રણ ફૂટ દૂર

   સુરત

ઉકાઇ
ડેમમાં આજે દિવસના ૧.૭૫ લાખ કયુસેક પાણીની આવક ઠલવાઇ હતી. તો ૨૪ કલાકમાં સપાટીમાં અઢી
ફૂટનો વધારો થતા જ ડેમ ૮૧ ટકા ભરાવાની સાથે એલર્ટ લેવલને પાર કરી જતા આખું વર્ષ ખેડૂતો
અને પીવાની પાણીની ચિંતા દૂર થઇ છે. જયારે શહેરીજનોની ચિંતા શરૃ થતા જ અધિકારીઓ સાવધાન
સ્થિતિમાં આવી ગયા છે. આજે સામાન્ય વરસાદ વરસ્યો હતો. હથનુર ડેમમાંથી મોડી સાંજે પાણી
છોડવાનું ઘટાડી દઇને અડધો લાખ કયુસેક કરી દેવાયું હતુ.

ઉકાઇ ડેમના
ઉપરવાસના ભાગોમાં વિતેલા દિવસોમાં દેમાર વરસાદ પડતા જ પાણીનો હેવી ઇનફલો આવવાની શરૃઆત
થઇ હતી. હથનુર ડેમ તમામ ૪૧ દરવાજા ખુલ્લા કરી દઇને ૮૨
,૦૦૦ કયુસેક પાણી છોડાયું
હતુ. આ પાણી અને વરસાદનું પાણી ભેગુ થઇને આજે દિવસના ઉકાઇ ડેમમાં સૌથી વધુ ૧.૭૫ લાખ
કયુસેક સુધીનો ઇનફલો આવ્યો હતો. અને સપાટીમાં પણ સતત વધારો થયો હતો. બુધવારે સાંજે
છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૩૪.૪૫ ફૂટ નોંધાઇ હતી.અને ૨૪ કલાક પછી અઢી ફૂટનો વધારો
થઇને આજે સાંજે છ વાગ્યે ૩૩૭.૦૩ ફૂટ થઇ હતી. જે રૃલલેવલથી હવે માત્ર ત્રણ ફૂટ અને ભયજનક
લેવલ ૩૪૫ ફૂટ થી હવે આઠ ફૂટ દૂર છે.

આજે
દિવસના ઉકાઇ ડેમની સપાટી એલર્ટ લેવલ ૩૩૬.૩૪ ફૂટને પાર કરી જતા ડેમ ૮૧ ટકા ભરાઇ
ચૂકયો છે. એટલે ખેતીપાક અને પીવાના પાણીની ચિંતા દૂર થઇ ગઇ છે. હવે શહેરીજનોની
ચિંતા શરૃ થઇ ગઇ છે. એલર્ટ લેવલ હોવાથી અધિકારીઓ પણ એલર્ટ થઇ ગયા છે. જો કે આજે
દિવસના પણ સામાન્ય વરસાદ નોંધાવાની સાથે જ હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી
દઇને અડધો લાખ કયુસેક કરી દેવાયું હોવાથી ચિંતાનો કોઇ પ્રશ્ન નથી.

ડેમ
અંગેની આંકડાકીય માહિતી

લેવલ       સપાટી       ટકા       સ્ટોરેજ( એમસીએમ)

વોર્નિગ      ૩૩૧.૪૩     ૭૦       ૫૧૯૦

એલર્ટ       ૩૩૬.૩૪     ૮૦       ૫૯૩૧

હાઇ એલર્ટ  ૩૪૦.૮૪     ૯૦       ૬૭૭૩

ભયજનક   ૩૪૫.૦૦     ૧૦૦     ૭૪૧૪

એલર્ટ લેવલ એટલે શુ ?

ઉકાઇ
ડેમ ૮૦ ટકા ભરાતા જ એલર્ટ લેવલ આવી જાય છે. આ લેવલ પણ અધિકારીઓ રાઉન્ડ ધી કલોક વરસાદ
પર ચાંપતી નજર રાખે છે. અને એલર્ટ લેવલ હોવાથી ઉકાઇ ડેમમાંથી પાણી છોડતા પહેલા નીચાણવાળા
વિસ્તારોમાં રહેનારાઓને અસર નહીં થાય  તે માટે
પાંચ છ કલાક પહેલા કલેકટરને જાણ કરી દેવાઇ છે કે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

પાણી છોડવાનો કોઇ
પ્રશ્ન નથી
: ડેમ 340 ફૂટ સુધી ભરાશે

<

p class=”12News”>ઉકાઇ
ડેમના સત્તાધીશોના જણાવ્યા મુજબ હાલ વરસાદ પણ બંધ થઇ ગયો છે. ઉપરવાસમાં જે મોટામાં
મોટો ડેમ આવ્યો છે. તે હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને ૫૦
,૦૦૦ કયુસેક કરી દેવાયુ છે.
વરસાદ પણ બંધ થઇ ગયો છે.આથી હાલ પરિસ્થિતિ એકદમ કંટ્રોલમાં છે. અને આગામી દિવસોમાં
ભારે વરસાદની પણ આગાહી નથી. ઉકાઇ ડેમમાંથી આખુ વર્ષ ખેતીપાક માટે પાણી મળી રહેશે. હાલ
તો ઉકાઇ ડેમ ૩૪૦ ફૂટ સુધી ભરવામાં આવશે
, પાણી છોડવાનો કોઇ પ્રશ્ન
નથી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s