ATM સેન્ટરમાં કાર્ડ બદલીને નાણાં ઉપાડતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ

– 19 એટીએમ કાર્ડ, 5 મોબાઈલ, રોકડા 15 હજાર અને કાર કબજે

– સુરત સાયબર ક્રાઈમ અને પાંડેસરા પોલીસનું સંયુક્ત ઓપરેશન

સુરત, : ગુજરાત, મહારાષ્ટ્ર અને યુ.પીના અલગ અલગ શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડતી ટોળકીને સુરત સાયબર ક્રાઈમ પોલીસ અને પાંડેસરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી તેમની પાસેથી 19 એટીએમ કાર્ડ, 5 મોબાઈલ ફોન, રોકડા રૂ.15 હજાર અને એક કાર કબજે કરી હતી. છેલ્લા બે મહિનાથી જ સક્રિય થયેલી ટોળકી વધુ ગુનાઓને અંજામ આપે તે પહેલા પોલીસે પકડી પાડી સુરતના ચાર અને ઉત્તરપ્રદેશના એક ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વિતેલા બે માસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા કે જમા કરાવવા જતા ખાતેદારને વાતોમાં ભોળવી તેમના એટીએમ કાર્ડ બદલી બાદમાં પૈસા ઉપાડી લેવાના બનાવો ઉપરાછાપરી બન્યા હતા. આથી પાંડેસરા પોલીસ અને સુરત સાયબર ક્રાઈમ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને તેના આધારે વેપારી તૌફીકખાન ઉર્ફે બબ્બે મુસ્તકીમ ( ઉ.વ.29 ), ડ્રાઈવર રિયાઝખાન સિરતાઝખાન ( ઉ.વ.32 ), ડ્રાઈવર મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુનીરખાન ( ઉ.વ.35 ) ( ત્રણેય રહે.ગામ બાબુતારા, સગારા સુંદરપુર, તા.લાલગંજ, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ ) અને કડીયા કામ કરતા હબીબ નવાબ શેખ ( ઉ.વ.50, રહે.લાલા સરદારનગર ઝુપડપટ્ટી, દેવપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ને ઝડપી પાડી તેમની પાસેથી 19 એટીએમ કાર્ડ, 5 મોબાઈલ ફોન, રોકડા રૂ.15 હજાર અને એક કાર કબજે કરી હતી.

પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા બે મહિનાથી ગુજરાત, મહારાષ્ટ્ર અને યુ.પીના અલગ અલગ શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી તેમને મદદ કરવાના બહાને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ અને પાસવર્ડ બદલી પૈસા ઉપાડી લેતા હતા. હાલ તેમની પૂછપરછમાં ઉત્તરપ્રદેશના કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિતેલા બે માસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા કે જમા કરાવવા જતા ખાતેદારને વાતોમાં ભોળવી તેમના એટીએમ કાર્ડ બદલી બાદમાં પૈસા ઉપાડી લેવાના ઉપરાછાપરી બનાવોમાં પણ આ જ ટોળકી સામેલ છે.

ચાર પૈકી ત્રણ રીઢા ગુનેગાર

ઝડપાયેલા ચાર પૈકી ત્રણ રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે. તૌફીકખાન ઉર્ફે બબ્બુ મુસ્તકીમ મહારાષ્ટ્રના શિરપુર પોલીસ મથકમાં ઠગાઈ, લૂંટ સહિતના ચાર ગુનામાં ઝડપાયો છે. ઉપરાંત ઉતરપ્રદેશના સુલતાનપુર કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં ચાર ગુનામાં ઝડપાયો છે. રીયાઝ ખાન બે વર્ષ અગાઉ ઉતરપ્રદેશના ચથવાળા પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો. હબીબ નવાબ શેખ વર્ષ 2015 માં મહારાષ્ટ્ર આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં બેંકમાં લૂટના ગુનામાં ઝડપાયો હતો તેમજ ધુલિયા એલસીબીએ તેને બનાવટી ચલણી નોટના ગુનામાં પકડયો હતો.

દિલ્હી કે ઉત્તરપ્રદેશમાંથી કારની ચોરી કરી ગુજરાતમાં ગુનાને અંજામ આપી કાર બિનવારસી છોડી વતન ચાલ્યા જતા હતા

ઝડપાયેલા ચારેયની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને યુ.પી પૈકી ગુજરાતમાં વધુ ગુનાઓને અંજામ આપ્યો છે. ગુજરાત ઘણું સમૃદ્ધ હોય તેઓ દિલ્હી કે ઉત્તરપ્રદેશમાંથી કારની ચોરી કરી અહીં આવતા હતા અને કોઈ પણ જગ્યાએ રોકાવાને બદલે ગુનાઓને અંજામ આપ્યા બાદ કાર બિનવારસી છોડી વતન ચાલ્યા જતા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s