સુરત: કતારગામ જૂની જીઆઈડીસીના ખાતામાં જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 ઝડપાયા


રોકડા રૂ.1.32 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.44 લાખનો મુદ્દામાલ કબજે : પોલીસ એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાનું ભૂલી

સુરત, તા. 9 સપ્ટેમ્બર 2021 ગુરૂવાર

સુરતના કતારગામ જૂની જીઆઈડીસીના એક ખાતામાં ત્રીજા માળે જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 વેપારી-રત્નકલાકારોને કતારગામ પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.1.32 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગતસાંજે કતારગામ જુની જીઆઇડીસી ખાતા નં.એ/77 ના ત્રીજા માળે છાપો મારી ત્યાં જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 વેપારી અને રત્નકલાકારોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,32,060 અને રૂ.1.12 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,44,060 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી પણ એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાનું ભૂલી હતી.

કોણ કોણ ઝડપાયું

(1) વેપારી જગદીશ રતિલાલ પેથાણી ( ઉ.વ.37, રહે.ઘર નં.208, વૃંદાવન સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત, મુળ રહે.પાટણવાવ, તા.ધોરાજી, જી.રાજકોટ )

(2) તેનો વેપારી ભાઈ વિરલ રતિલાલ પેથાણી ( ઉ.વ.34 )

(3) હીરા વેપારી વિનુ ભનુભાઇ પોલરા ( ઉ.વ.40, રહે.ઘર નં.જી/2, રાધાસ્વામી સોસાયટી, ડભોલી ચાર રસ્તા, સુરત. મુળ રહે.ગીરગુંદાણા, તા.મેંદરડા, જી.જુનાગઢ )

(4) હીરા વેપારી ભાવેશ કાળુભાઇ કેવડીયા ( ઉ.વ.34, રહે.ઘર નં.1002, સુમનદર્શન એસએમસી આવાસ, શારદા સ્કુલની સામે, કોઝવે રોડ, સુરત. મુળ રહે.રોહિશાળા, જી.બોટાદ )

(5) વેપારી અલ્પેશ ધીરૂભાઇ હિરપરા ( ઉ.વ.40, રહે.ઘર નં.125, અંબિકા સોસાયટી-1, અનાથઆશ્રમ પાસે, કતારગામ, સુરત. મુળ રહે..ઓરણી, તા.ઉપલેટા, જી.રાજકોટ )

(6) વેપારી મુકેશ ગોરધનભાઇ ગોંડલીયા ( ઉ.વ.40, રહે.ઘર નં.70, રાધાસ્વામી સોસાયટી, ડભોલી ચાર રસ્તા, સુરત. મુળ રહે.ગંજીવાડાપરા, તા.વિસાવદર, જી.જુનાગઢ )

(7) રત્નકલાકાર જયદેવભાઇ ભુરાભાઇ માતરીયા ( ઉ.વ.48, રહે.ઘર નં.127, યમુનાપાર્ક સોસાયટી, ડભોલી રોડ, સુરત. મુળ રહે.ઉધલ, તા.લીંબડી, જી.સુરેન્દ્રનગર )

(8) વેપારી મધુભાઇ આંબાભાઇ અમરેલીયા ( ઉ.વ.52, રહે.ઘર નં.31, વૃજભુમી સોસાયટી, આંબાતલાવડી, કતારગામ, સુરત. મુળ રહે..જામ જોધપુર, જી.જામનગર )

(9) વેપારી દિનેશભાઇ શિવાભાઇ રાણપરીયા ( ઉ.વ.53, રહે.ઘર નં.40, અંબિકાનગર સોસાયટી વિભાગ-1, કતારગામ, સુરત. મુળ રહે.કાલાવડ, જી.જામનગર )

(10) વેપારી દિપક ગોવિંદભાઇ કપુરીયા ( ઉ.વ.30, રહે.ઘર નં.ઇ/૧101,સેન્ટોસા હાઇટ્સ, રાધે રેસીડન્સીની સામે, અમરોલી, સુરત. મુળરહે.કાલાવડ, જી.જામનગર )

(11) વેપારી યોગેશ લાભુભાઇ કેવડીયા ( ઉ.વ.42, રહે.ઘર નં.29, મહેતાનગર સોસાયટી, ગોવિંદજી હોલની સામે, ડભોલી ચાર રસ્તા, સુરત. મુળ રહે.રોહિશાળા, જી.બોટાદ )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s