સુરત: અમરોલીમાં સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ બાઈક રહસ્યમય સંજોગોમાં સળગી જતા લોકોમાં નાસભાગ

સુરત, તા. 09 સપ્ટેમ્બર 2021 ગુરૂવાર

અમરોલી ખાતે એક સોસાયટીમાં ગત રાત્રે પાર્ક કરેલી ત્રણે બાઈકો રહસ્યમય સંજોગોમાં ભડભડ સળગવા લાગી હતી. જેથી ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના ગણેશપુરા ખાતે આવેલી એક સોસાયટીના રહેતા યોગેશભાઈ ભાર્ગવ, જ્યંતિભાઈ પરમાર અને જયદીપ શાહુએ ગઈકાલે રાત્રે ઘર પાસે બાઈક પાર્ક કરેલી હતી. મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં વારા ફરથી ત્રણે બાઇકો ભડભડ સળગવા લાગી હતી.જેને કારણે સ્થળ ઉપર નાશભગ મચી ગઈ હતી. 

ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવી લીધા હતા.

ફાયર ઓફિસર વિજયકાન્ત તિવારીએ જણાવ્યું હતું કે જે નવી બાઈક હતી તેની બેટરીમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે અને અન્ય બાઈકો નજીક નજીકમાં જ પાર્ક કરેલી હોવાથી ત્રણે બાઇકમાં આગ પકડી લીધી હતી. 

જોકે ફાયરજવાનોએ આગ કાબૂમાં લેવાથી સદનસીબે નજીકમાં જ મીટર પેટી અને અને મકાન સદનસીબે બચી ગયા હતા. આગને લીધે ત્યાં કોઈ જાનહાની થઈ ન હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s