લાજપોર જેલમાંથી મોબાઇલ મળવાનો સીલસીલો યથાવત: જડતી સ્કવોડની તપાસમાં બિસ્તરમાં સંતાડેલો મોબાઇલ ફોન મળ્યો, બે કેદી સામે ફરિયાદ


– રાજયની જડતી સ્કવોડને સપ્તાહ અગાઉ જે કંપનીનો મોબાઇલ મળ્યો તે જ કંપનીનો ફોન સ્થાનિક જડતી સ્કવોર્ડને પણ મળ્યો

સુરત
રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેતા ગત રોજ જેલના જડતી સ્કોર્ડની તપાસ અંતર્ગત બિસ્તરમાં છુપાવેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેને પગલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવો મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે. રાજયના જેલ જડતી સ્કોર્ડે અઠવાડીયા અગાઉ યાર્ડ નં. એ/7 ની બેરેક નં. 6 માં ડાબી બાજુમાં આવેલા સંડાશની વેન્ટીલેશન બારીમાંથી ફોન શોધી કાઢયો હતો. જયારે ગત રોજ લાજપોર જેલના જડતી સ્કોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અંતર્ગત યાર્ડ નં. બી/05 ની બેરેક નં. 4 માં કેદીઓની અંગ જડતી ઉપરાંત બિસ્તર અને સરસામાન તથા સંડાશ-બાથરૂમની જડતી કરવામાં આવી હતી. જેમમાં બિસ્તરમાં તકીયાની અંદર છુપાવેલો કેચોડા કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ફોન કાચા કામના કેદી પ્રશાંત ચંદ્રકાંત રાજપૂતના બિસ્તરમાંથી મળ્યો હોવાથી જડતી સ્કોર્ડે તેની પુછપરછ કરી હતી. જેમાં ફોન કાચા કામના કેદી અબ્દુલ જાવેદ ઉર્ફે જાવેદ મચ્છી અબ્દુલ મજીદ ગોરાએ સાચવવા આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી જેલમાં પ્રતિબંધિત એવા મોબાઇલ ફોનના ઉપયોગ અને રાખવા બદલ જડતી સ્કોર્ડ દ્વારા પ્રશાંત ચંદ્રકાંત રાજપૂત અને અબ્દુલ જાવેદ ઉર્ફે જાવેદ મચ્છી વિરૂધ્ધ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફોન રાખનાર અબ્દુલ જાવેદ ઉર્ફે જાવેદ મચ્છી ગૌરક્ષકો પર હુમલો કરવાના કેસનો આરોપી
લાજપોર જેલમાં પ્રશાંત રાજપૂતના બિસ્તરમાંથી મળી આવેલો ફોન અબ્દુલ જાવેદ ઉર્ફે જાવેદ મચ્છી અબ્દુલ મજીદ ગોરાએ સાચવવા આપ્યો હતો. અબ્દુલ જાવેદ ઉર્ફે જાવેદ મચ્છી ટેમ્પોમાં ગેરકાયદેસર મુંગા ઢોરને ક્રુરતા પૂર્વક ગોંધીને વહન કરતા જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પાસેથી ઝડપાયો હતો. જાવેદ મચ્છીએ ટેમ્પો પકડનાર પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને ધમકી આપી હતી કે હવે મછી મને રોકશો તો તમને બધાને મારી નાંખીશ. જયારે તેના વિરૂધ્ધ જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ નજીક ગૌરક્ષકો પણ લાકડાના ફટકા વડે હુમલો કરી કારની તોડફોડ કરવાના ગુનો નોંધાયા છે અને આ ગુનામાં તે હાલ જેલમાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s