બીજના દિવસે રામદેવ પીરના મંદિરનું ડિમોલીશન થતાં લોકોમાં ભારે રોષ


મેટ્રોની
કામગીરીમાં નડતરરૃપ મંદિરને દુર કરી જગ્યા મેટ્રો રેલને સોંપી દેવાઇ ઃ વિશ્વ હિન્દુ
પરિષદ-બજરંગ દળે જગ્યાની માંગણી કરી

        સુરત,

રામ મંદિરના નામે સત્તા પર આવેલા
ભાજપ શાસકોના રાજમાં સુરતમાં મંદિરનું આજે ડિમોલીશન થતાં વિવાદ ઉભો થયો છે. બીજના તહેવારના
દિવસે જ રામદેવ પીરના મંદિરનું ડિમોલીશન થતાં મામલો ગરમાયો છે. પાલિકાએ ડિમોલીશન કરીને
જગ્યા મેટ્રો રેલને સોંપી પણ દીધી છે, જેથી લોકોની લાગણી દુભાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ
અને બજરંગ દળે વિરોધ કરતાં  કાર્યકરોને ડિટેઈન
કરવામાં આવ્યા હતા.

સુરત મ્યુનિ.ના કાપોદ્રા વિસ્તારમાં
વર્ષો પહેલાં જવાહરનગર ઝુંપડપટ્ટી હતી તે ઝુંપડપટ્ટીમાં રામદેવ પીરનું મંદિર બનાવવામાં
આવ્યું હતું. સમય જતાં આ જગ્યાએથી ઝુંપડપટ્ટી દુર થઈ ગઈ હતી પરંતુ મંદિર યથાવત રહ્યું
હતું. હાલ જે જગ્યા પર મંદિર છે તે જગ્યા મેટ્રો રેલ માટેની જગ્યા છે તે જગ્યા માટે
મંદિર નડતરરૃપ હોવાથી તેને દુર કરવા માટે છેલ્લા કેટલાક વખતથી કવાયત ચાલતી હતી. મંદિરના
ભક્તો દ્વારા પાલિકા પાસે મંદિરની વૈકલ્પીક જગ્યાની માગણી થતી હતી પરંતુ તે ફાળવવામાં
આવી નથી. દરમિયાન આ જગ્યાએ મેટ્રોની કામગીરી શરૃ થવાની હોવાથી મંદિરના ડિમોલીશનનો નિર્ણય
કરાયો હતો અને પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આજે બંદોબસ્ત ફાળવવામાં
આવ્યો અને ડિમોલીશનની કામગીરી શરૃ કરવામાં આવી હતી. આજે બીજ છિે અને બીજના દિવસે રામદેવ  પીરના ભક્તો ઉત્સવ મનાવતાં હોય છે. પંરતુ પાલિકા
દ્વારા બીજના દિવસે જ મંદિર દુર કરવાની કામગીરી કરતાં સ્થળ પર ભારે વિરોધ કરવામાં આવ્યો
હતો. ડિમોલીશનનો વિરોધ કરતાં લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને પોલીસે ડિટેઈન
કર્યા હતા. પાલિકાએ આ જગ્યા મેટ્રો રેલને સોંપી દીધી છે હવે ભક્તો દ્વારા આ મંદિર માટે
વૈકલ્પીક જગ્યાની માગણી કરવામાં આવી રહી છે.

<

p class=”12News” style=”text-align:justify;”>જોકે, ભાજપના રાજમાં મંદિરો તુટવાની
ઘટનાના પ્રત્યાઘાત પડી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટ થઈ રહી છે કે, રોડ
પર વર્ષો જુના મંદિરોના ડિમોલીશન થાય છે અને નેતાઓના મકાન ઉભા થઈ રહ્યાં ંછે. વરાછામાં
હિન્દુ અને હિન્દુઓના દેવતા ખતરામાં છે. શહેરમાં રસ્તા વચ્ચે અનેક ધાર્મિક સ્થળો છે
પરંતુ પાલિકા માત્ર મંદિરો જ દુર કરી રહી છે તેવો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s