બમરોલીમાં બાઇકના શો-રૂમની આડમાં ડબ્બા ટ્રેડીંગઃ માલિકની અટક


– ખાડી બ્રિજ નજીક પ્રો બાઇક શો-રૂમના પહેલા માળે દરોડાઃ નામ અને રકમ લખેલી કાપલીઓ મળી આવી

સુરત
બમરોલીના કોમલ સર્કલ સ્થિત ખાડી બ્રિજ નજીક પ્રો બાઇક નામના શો રૂમની આડમાં પહેલા માળે ઓફિસમાં ડબ્બા ટ્રેડીંગને ઝડપી પાડી ખટોદરા પોલીસે શો રૂમ માલિકની ધરપકડ કરી મોબાઇલ અને લેપટોપ મળી રૂ. 28 હજારનો મુદ્દામાલ તથા નામ અને રકમ લખેલી 28 નંગ કાપલીઓ કબ્જે લીધી છે.
ખટોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે બમરોલીના કોમલ સર્કલ સ્થિત ખાડી બ્રિજ નજીક પ્રો બાઇક નામના શો-રૂમના પહેલા માળે દરોડા પાડયા હતા. જયાંથી હિતેશ સુબોધ વાઢેર (ઉ.વ. 37 એ 13, પામ એવન્યુ, વીઆઇપી રોડ, ખટોદરા) ને મોબાઇલ ફોન અને લેપટોપ ઉપર શેર દલાલી કરતા રંગેહાથ ઝડપી પાડયો હતો. પોલીસે હિતેશ પાસે શેર દલાલી માટે લાયસન્સ કે બોમ્બે સ્ટોક એક્સચેંજની પરવાનગી તથા ઓનલાઇન ટ્રેડીંગ ટર્મીનલની પરવાનગી માંગી હતી. પરંતુ હિતેશ પાસે કોઇ પણ પ્રકારની પરવાનગી ન હતી.

જેને પગલે પોલીસે તેની પાસેથી મળી આવેલા બે મોબાઇલ ફોન અને લેપટોપની ચકાસણી કરતા તેમાં શેર દલાલી કરતી કંપનીની એપ્લિકેશન અને પેટીએમ થકી આર્થિક વ્યવહાર કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોબાઇલ અને લેપટોપ મળી કુલ રૂ. 28 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો ઉપરાંત અલગ-અલગ નામ અને રકમ લખેલી 26 કાપલીઓ કબ્જે લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભાડાના શો રૂમમાં હિતેશ પ્રો બાઇક નામે શો-રૂમની આડમાં ડબ્બા ટ્રેડીંગ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હિતેશ વિરૂધ્ધ સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s