દોઢ વર્ષથી સંતાન પ્રેમથી વંચિત માતાને બાળકોને શનિ-રવિ કસ્ટડી સોંપવા હુકમ


સુરત,

લોકડાઉનમાં ઘરેલું હિંસાથી ત્રાસીને પિયરનો આશરો લેનાર પત્નીએ પતિના કબજામાં રહેલા સગીર સંતાનોની વચગાળાની કસ્ટડી માંગી હતી


બાર
વર્ષના દાંપત્ય જીવનમાં  મતભેદો સર્જાતાં
લોકડાઉન દરમિયાન છેલ્લાં દોઢેક વર્ષથી પિયરમાં આશરો મેળવનાર પરિણીતાએ પતિના
કબજામાં રહેલા બે સગીર સંતાનોની વચગાળાની કસ્ટડીની કરેલી માંગને કોર્ટે મંજુર
કરીને દર શનિ-રવિવારે બાળકોને કબજો પત્નીને સોંપવા પતિને હુકમ કર્યો છે.

અલથાણ
વિસ્તારમાં રહેતા રોશનીબેનના લગ્ન 2009માં દિપકભાઈ સાથે થયા હતા. બાર વર્ષના
લગ્નજીવન દરમિયાન દંપતીને ત્યાં એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ
ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે મતભેદો સર્જાતા તથા સાસરીયા દ્વારા ઘરેલું હિંસા
આચરવામાં આવતી હતી. પતિ દિપકભાઈએ પત્નીને ગર્ભ રહેતા ગર્ભ પરિક્ષણ કરાવવા દબાણ
કરતાં પતિની માનસિકતાને લીધે પત્નીએ આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ બે સગીર બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને રોશનીબેને પતિ-સાસરીયા ત્રાસથી
કંટાળીને કોરાના લોકડાઉન દરમિયાન 2020માં પતિનું ઘર છોડીેને પિયરમાં આશરો લીધો
હતો.

પરંતુ
લોકડાઉનના દિવસોમાં છેલ્લાં દોઢેક વર્ષથી પતિના કબજામાં રહેલા બંને બાળકોને
મળવામાં અસમર્થ રહેલી ત્યક્તા રોશનીબેને વીઝીટીંગ રાઈટસ માટે કોર્ટમાં અરજી કરી
હતી. જેની સુનાવણી દરમિયાન ફરિયાદી તરફે જણાવવામાં આવ્યું હતું કે
, મૂળ ઘરેલું હિંસાની
અરજીને ચાલતા વાર લાગે તેમ છે. જેથી પતિના કબજામાં રહેલા સંતાનો માતાના પ્રેમથી
વંચિત ન રહે તે માટે વચગાળાની કસ્ટડી સોંપવા રજુઆત કરી હતી. જેથી સુરત ફેમીલી
કોર્ટના જજ બીનાબેન ચૌહાણે બંને પક્ષકારોની દલીલો અને બાળકોના મંતવ્ય જાણીને
પત્નીને દર શનિ-રવિ બાળકોની વચગાળાની કસ્ટડી સોંપવા પતિને હુકમ કર્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s