ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરમાં એક જ રૃમમાં બેસી ગપ્પા મારતાં 7 કર્મચારીને નોટિસ


હેલ્થ સેન્ટર પર દર્દીઓ હતા પણ તબીબ, નર્સ, આયા અને સફાઈ કામદાર
સહિતના એક જ રૃમમાં બેઠેલા મેયરના રાઉન્ડમાં ઝડપાયા

સુરત,

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના
ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવાના બદલે તબીબ- નર્સ સહિતનો સ્ટાફ એક
જ રૃમમાં બેસીને  ગપ્પા મારતો મેયરના રાઉન્ડ
દરમિયાન ઝડપાઈ ગયો હતો. દર્દીઓની ભીડ હતી ત્યારે મ્યુનિ.નો સ્ટાફ આ રીતે ટોળ ટપ્પા
કરતો મળી આવતાં સાત કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. 

<

p class=”12News” style=”text-align:justify;”>સુરત મ્યુનિ. વિસ્તારમાં હાલ કોરોનાના
કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ વાઈરલ ઈન્ફેક્શન અને ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોના
દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે કેટલાક હેલ્થ સેન્ટર પર કેટલાક
કર્મચારીઓ યોગ્ય ફરજ બજાવતાં ન હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ફરિયાદને આજે મેયરના આકસ્મિક
રાઉન્ડ દરમિયાન સમર્થન મળી ગયું છે. મેયર હેમાલી બોઘાવાલા સેન્ટ્રલ ઝોનમાં આંગણવાડીની
મુલાકાતે ગયાં હતા. ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરની આંગણવાડીમાં મુલાકાત લીધી ત્યારે હેલ્થ
સેન્ટર પર દર્દીઓની ભીડ જોવા મળી હતી. દર્દીઓને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ? તે અંગેની
માહિતી મેળવવા માટે અચાનક જ મેયર બોઘાવાલા ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર પહોંચી ગયાં
હતા. જ્યાં તેઓએ દર્દીઓને સારવાર માટે લાઈનમાં ઉભેલા જોયા પણ સ્ટાફ ઓછો હોવાનું જાણ્યું
હતું. દરમિયાન હેલ્થ સેન્ટરમાં અન્ય જગ્યાએ ગયાં ત્યાં એક મહિલા તબીબ, આયા, સફાઈ કામદાર
અને નર્સ સહિતના સાત જણા એક જ ઓફિસમાં બેસીને વાતો કરતાં નજરે પડયાં હતા. પોતાની ફરજના
સમયે એક રૃમમાં મ્યુનિ.ના કર્મચારીઓ બેસી રહ્યાં હતા અને બીજી તરફ દર્દીઓની સંખ્યા
વધુ હતી તેઓ રાહ જોઈ રહ્યાં હતા. આ અંગેની જાણ મેયરે આરોગ્ય વિભાગને કરી હતી. આરોગ્ય
વિભાગે ફરજમાં બેદકારી દાખવનારા સાત કર્મચારીને નોટિસ ફટકારી છે. એક હેલ્થ સેન્ટરમાં
કેટલાક કર્મચારીઓની બેદકારી મેયરના રાઉન્ડમાં ઝડપાઈ જતાં હવે આગામી દિવસોમાં હેલ્થ
સેન્ટર ઉપરાંત અન્ય વિભાગમાં પણ મેયર આકસ્મિક ચેકીંગ કરશે અને આવી બેદકારી દાખવનારા
કર્મચારીઓ સામે પગલાં ભરવામા ંઆવશે તેવી ચીમકી આપી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s