સુરત: અંબાજી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા દંપત્તિએ કોહિનૂર માર્કેટના વૃદ્ધ વેપારી અને તેમના ભાઈ પાસેથી રૂ.21 લાખની સાડી ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી ધમકી આપી


– અન્ય વેપારીઓને પણ પેમેન્ટ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર દંપત્તિએ અન્ય સ્થળે દુકાન શરૂ કરી દીધી

સુરત,તા.8 સપ્ટેમ્બર 2021,બુધવાર

સુરતના રીંગરોડ સ્થિત અંબાજી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા દંપત્તિએ કોહિનૂર માર્કેટના વૃદ્ધ વેપારી અને તેમના ભાઈ પાસેથી રૂ.21 લાખની સાડી ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી ધમકી આપી હતી. અન્ય વેપારીઓને પણ પેમેન્ટ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર દંપત્તિએ અન્ય સ્થળે દુકાન શરૂ કરી દેતા છેવટે ભોગ બનેલા વૃદ્ધ વેપારીએ દંપત્તિ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર રોડ મંગલદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.506 માં રહેતા 57 વર્ષીય હરીકિશન છગનલાલ ભુતડા રીંગરોડ કોહિનુર માર્કેટમાં દુકાન નં.બી-4231 થી 4242 માં રાજકુંવર ફેશનના નામે સાડીની દુકાન ધરાવે છે. વર્ષ 2019 માં રીંગરોડની અંબાજી ટેક્સટાઇલ માર્કેટ દુકાન નં.1106 માં પત્ની શ્રુતિ સાથે ગુંજન ફેબ્રિક્સ અને ખનક ડિઝાઇનરના નામે સાડીનો વેપાર કરતો દિપેશ અગ્રવાલ તેમની દુકાને આવ્યો હતો અને સમયસર પેમેન્ટનો વાયદો કરી વેપાર શરૂ કર્યો હતો. હરીકિશનભાઈએ પોતાની પેઢીમાંથી તેમને રૂ.9,82,933 ની કિંમતની સાડીઓ એપ્રિલ અને મે 2019 માં મોકલી હતી. નિર્ધારીત સમય બાદ હરીકિશનભાઈએ અગ્રવાલ દંપત્તિ પાસે પેમેન્ટની માંગણી કરી ત્યારે દિપેશે શરુઆતમાં હાલ મંદી ચાલે છે કહી થોભવા કહ્યું હતું.

જોકે, ત્યાર બાદ પેમેન્ટની માંગણી કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તું વારે વારે અમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે, હવે પછી પૈસાની ઉઘરાણી કરી તો તારા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેમ છતાં હરીકિશનભાઈ ઉઘરાણી માટે તેની દુકાને પહોંચ્યા ત્યારે દુકાન બંધ હતી. આજુબાજુમાં પૂછતાં જાણવા મળ્યું હતું કે દંપત્તિ અન્ય વેપારીઓ પાસેથી પણ સાડીનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ ગયા છે અને અન્ય સ્થળે દુકાન શરૂ કરી છે. અગ્રવાલ દંપત્તિએ હરીકિશનભાઈના ભાઇ કમલરતન ભુતડાની શ્રેષ્ઠ ક્રિએશનમાંથી પણ રૂ.11,17,033 ની સાડી મંગાવી પેમેન્ટ કર્યું નહોતું. બંને ભાઈઓ સાથે કુલ રૂ.20,99,966 ની છેતરપિંડી અંગે છેવટે ગતરોજ હરીકિશનભાઈએ દિપેશ અગ્રવાલ અને તેની પત્ની શ્રુતિ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s