સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા : વાહન વ્યવહાર અવરોધાયો

– બપોરે 2 થી 6 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદથી લોકો અટવાયા પાણીમાં વાહનો ખોટકાયાઃ
સુરતમાં સિઝનનો
41 ઇંચ વરસાદ

    સુરત

સુરત
શહેરના સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં ચાર કલાકમાં ચાર ઇંચ સહિત તમામ ઝોનમાં ભારે વરસાદ
ખાબકતા કાદરશાળની નાળ
,
નાનપુરાથી લઇને પાંડેસરા, વરાછા, પુણા, અડાજણ, ડભોલી રોડ સહિત તમામ
વિસ્તારોમાં જળબંબાકાર થતાં શહેરીજનો અટવાઇ પડયા હતા.

છેલ્લા બે
દિવસથી મેઘરાજાની કૃપા સુરત શહેર પર વરસી રહી છે. આજે પણ બપોરે બે વાગ્યાથી વાદળોના
અથડાવવાના અવાજ
, વિજળીના તેજ લિસોટા સાથે દેમાર વરસાદ શરૃ થયો હતો. તે છેક સાંજે છ વાગ્યે અટકયો
હતો. આ ચાર કલાકમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. જેને લઇને શહેરની સોસાયટી
,
રો-હાઉસો જ નહીં, એપાર્ટમેન્ટની આજુબાજુ,
મેઇનરોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તો ઘુંટણસમા
પાણી ભરાતા વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો. અને શહેરીજનોએ ઘરોમાં રહેવુ પડે તેવી હાલત
થઇ ગઇ હતી. તો ભારે વસાદમાં મોટરસાઇકલ
, મોપેડ, ઓટો રીક્ષા બંધ પડી જવાના અનેક બનાવો બન્યા હતા. વાહન વ્યવહાર ધીમો પડતા ઠેર-ઠેર
ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ ચાર
કલાકમાં શહેરના કાદરશાળની નાળ
,
નાનપુરા, ઉધના મેઇનરોડ, અશ્વનિકુમાર
રોડ
, વરાછા રોડ, કાપોદ્વા, પુણા, કતારગામ, પાંડેસરા,
ડભોલી ચાર રસ્તા સહિત શહેરના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
શહેરના તમામ ઝોનમાં ૨.૫ ઇંચથી લઇને ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. સાંજે છ વાગ્યે
વરસાદ શાંત પડતા શહેરીજનોએ રાહતના શ્વાસ લીધા હતા. આજના વરસાદની સાથે જ સમ્રગ સુરત
જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં ૪૧ ઇંચ નોંધાયો છે.

ઝોન
પ્રમાણે વરસાદ

ઝોન   વરસાદ( ઇંચ)

સેન્ટ્રલ     4.00

કતારગામ 4.00

વરાછા -એ 3.50

વરાછા –બી 3.00

રાંદેર       3.00

ઉધના      3.00

અઠવા     3.00

<

p class=”12News” style=”margin:0 19.85pt .0001pt;”>લિંબાયત  3.00

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s