મેઘરાજાની તોફાની બેટીંગઃ 4 કલાકમાં સુરત સિટીમાં 4, પલસાણામાં 3.5 ઇંચ

– બપોર સુધી તો વરસાદના કોઇ સંકેત દેખાતા
ન હતા અને પછી મેઘરાજાએ ધબધબાટી બોલાવીઃ 
સુરત જિલ્લામાં સર્વત્ર મેઘમહેર

     સુરત

સુરત
શહેર અને જિલ્લામાં આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ગાજવીજ સાથે ચાર કલાકમાં જ સુરત શહેરમાં
ચાર ઇંચ
, પલસાણામાં 3.5 ઇંચ સાથે સરેરાશ પોણા બે ઇંચ વરસાદ ખાબકતા
આખા ચોમાસાની સિઝનની કસર મેઘરાજા પૂરી કરતા હોય તેમ સતત બીજા દિવસે સુરત સિટીમાં સર્વત્ર
જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

છેલ્લા ત્રણ
મહિનાથી રીસાયેલા રહેલા મેઘરાજા છેલ્લા બે દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કૃપા વરસાવી
રહ્યા છે. આજે તો બપોર સુધી વરસાદ આવે તેવા કોઇ સંકેત દેખાતા ન હતા. અને આકાશમાંથી
તો તાપ પડતો હતો. પરંતુ બપોરે ૨ વાગ્યાથી આકાશમાં કાળાડિબાગ વાદળો છવાવાવની સાથે વાદળોના
તેજ અવાજ અને વિજળીના ચમકારા વચ્ચે મુશળધાર વરસાદ શરૃ થયો હતો. ચાર કલાક સુધી એકધારો
વરસાદ ઝીંકાતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

ભારે
વરસાદના પગલે બપોરે ૨ થી ૬ ના ૪ કલાકમાં સુરત શહેરમાં ૪ ઇંચ
, પલસાણામાં ૩.૫ ઇંચ,
કામરેજમાં ૨ ઇંચ સહિત સર્વત્ર ૪૫૦ મિ.મિ અને સરેરાશ ૧.૭૫ ઇંચ વરસાદ
નોંધાયો હતો. આમ ખેડૂતો અને શહેરીજનો ગત ઓગષ્ટ મહિનો વરસાદની રાહ જોતા રહ્યા હતા.
પરંતુ ઝાઝો વરસાદ વરસ્યો ના હતો. અને છેલ્લા બે દિવસથી જે વરસાદ ખાબકી રહ્યો છે
,
તે વરસાદે સર્વત્ર પાણીની રેલમછેલ કરી દેતા ચોમાસાની ઋતુની કસર પુરી
કરી હોય તેમ જણાય છે. સુરત સિટીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ક્યાં
કેટલો વરસાદ
?

તાલુકો વરસાદ( ઇંચ)

પલસાણા 3.50

કામરેજ   2.00

ચોર્યાસી   2.00

ઉમરપાડા 2.00

ઓલપાડ  1.50

બારડોલી  1.50

મહુવા     1.00

<

p class=”12News” style=”margin:0 19.85pt .0001pt;”>સુરત શહેર4.00

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s