સુરત: વણકર ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા બે ભાગીદાર બે વેપારીનું રૂ.5.58 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર


– દલાલ મારફતે કાપડ ખરીદી શરૂઆતમાં રોકડેથી પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો, બાદમાં પેમેન્ટ આપવાને બદલે ધમકી આપી મોબાઈલ ફોન બંધ કરી ઉઠમણું કર્યું

સુરત,તા.7 સપ્ટેમ્બર 2021,મંગળવાર

સુરતના રીંગરોડ સ્થિત વણકર ટેક્સટાઈલ માર્કેટમાં થાર ક્રિએશન અને લહેર ક્રિએશનના નામે દુકાન ધરાવતા બે ભાગીદાર બે વેપારી પાસેથી દલાલ મારફતે કાપડ ખરીદી તેમનું રૂ.5.58 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ જતા સલાબતપુરા પોલીસે બંને વેપારી અને દલાલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદનો વતની અને સુરતમાં કતારગામ કોઝવે રોડ ડી માર્ટ સામે શુકનરીવેરા એ/1301 માં રહેતો 26 વર્ષીય ચિંતન વલ્લભભાઇ માવાણી સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીલ એસ્ટેટ ખાતે ગોપી ટેક્સટાઈલના નામે લેંહગા-ચોળીના ફીનીશ વેલવેટના કાપડનો વેપાર કરે છે. ગત એપ્રિલ માસમાં ચિંતન મિલેનીયમ માર્કેટમાં ઓર્ડર લેવા ગયો હતો ત્યારે ત્યાં તેની ઓળખાણ દલાલ રાજુ ઉર્ફે ગૌરવ શર્મા સાથે થઈ હતી. રાજુ બાદમાં ચિંતનને રીંગરોડ સ્થિત વણકર ટેક્સટાઈલ માર્કેટમાં લઈ ગયો હતો અને ત્યાં દુકાન નં.507માં થાર ક્રિએશન અને લહેર ક્રિએશનના નામે દુકાન ધરાવતા બે ભાગીદાર ભોલારામ ઉર્ફે ભાવેશ ભેરારામ ચૌધરી અને મોનારામ ઉર્ફે મનિષ હરકારામ માલી ( બંને રહે.ઘર નં.301, ધનલક્ષ્મી રેસીડેંસી, સારોલીગામ, પુણા, સુરત. મૂળ રહે.ઝાલોર, રાજસ્થાન ) સાથે મુલાકાત કરાવી તેઓ સારા વેપારી છે તેવી વાત કરી હતી.

બંનેએ તે દિવસે કાપડનો ઓર્ડર આપી રોકડામાં પેમેન્ટ પણ કર્યું હતું. બાદમાં 8 મી ના રોજ રૂ.4,50,778 નું કાપડ મંગાવી તેનું પેમેન્ટ સમયસર ચુકવ્યું નહોતું. ઉઘરાણી કરતા વાયદા કરનાર બંને વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના અને દલાલના ફોન બંધ આવતા ચિંતને તેમની દુકાને જઈ તપાસ કરી તો બંને દુકાન બંધ કરી અન્ય વેપારી ગોપીનાથ ફેબ્રિક્સના જતીનભાઈ તળશીભાઇ ડાવરા પાસેથી પણ રૂ.1,07,340 નું કાપડ લઈ પેમેન્ટ કર્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ ગયા છે તેવી જાણ થઈ હતી. કુલ રૂ.5,58,118 ની છેતરપિંડી અંગે ચિંતને ગતરોજ બંને વેપારી અને દલાલ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s