સવારે બે કલાકમાં સુરતમાં દેમાર 3.5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

– રાંદેર, કતારગામ, સેન્ટ્રલ, લિંબાયતમાં 3 ઇંચથી
વધુ અને વરાછા-એ અને અઠવા ઝોન તથા જિલ્લાના ઓલપાડમાં
2 ઇંચ
વરસાદં

       સુરત

સુરત
શહેરમાં મેઘરાજાની એન્ટ્રી અને એકઝીટ બન્ને ધમાકેદાર રહી હોઇ તેમ આજે શ્રાવણના છેલ્લા
સોમવારે મેઘરાજાની કૃપા વરસતા સવારના બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદી પાણી પડતા શહેરીજીવનને
ભારે અસર પડી હતી.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો અટવાયા હતા.

સુરત શહેરમાં
આજે સવારે સાત વાગ્યાથી જ મેઘરાજાએ અણનમ બેટિગ શરૃ કરી હોઇ તેમ આકાશમાંથી વાદળોના ગડગડાટ
અવાજ સાથે મુશળધાર વરસાદ શરૃ થયો હતો. સવારના ૭ થી ૯ના બે કલાકમાં તોફાની વરસાદ નોંધાતા
સવારે સ્કુલે જનારા વિદ્યાર્થીઓ
,
કામ ધંઘે જનારા લોકો અટવાઇ પડયા હતા. સવારે ૭ થી ૯ના બે કલાકમાં મેઘરાજા
મનમુકીને વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા તંત્ર દોડતુ થયુ હતુ. બે કલાક
બાદ મેઘરાજા સુરત શહેરમાં શાંત થતા આકાશમાંથી સૂર્યદેવતાના દર્શન થતા ગરમી અનુભવાઇ
હતી. આમ શહેરીજનોએ એક દિવસમાં બે ઋતુનો અનુભવ કર્યો હતો.

આજે
સુરત શહેરમાં બે કલાકમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ સિવાય સુરત
જિલ્લામાં દિવસના ઓલપાડમાં બે ઇંચ
,
માંગરોળમાં ૧ ઇંચ, કામરેજ અને ચોર્યાસીમાં
અડધો ઇંચ વરસાદી પાણી પડયું હતુ. અન્યત્ર તાલુકામાં મેઘરાજા કોરાકટ રહ્યા
હતા. 

શુ કહે છે
હવામાન વિદો

મેઘરાજા
જે દિશામાંથી દરરોજ વરસે છે
,
તેના બદલે આજે ઉલ્ટી દિશામાંથી શરૃઆતમાં વરસ્યા હોવાથી હવે પાછોતરો
વરસાદ શરૃ થયો છે.કેમકે સપ્ટેમ્બર મહિનો વરસાદનો છેલ્લો મહિનો છે.અને આજે જે રીતે
ધમાકેદાર વરસ્યા તેનાથી મેઘરાજા હવે એકઝીટ લેશે તેવુ કહી શકાય.

ઝોન
પ્રમાણે વરસાદ

 ઝોન વરસાદ(
ઇંચ ) 

રાંદેર             3.50

કતારગામ        3.50

લિંબાયત         3.00

સેન્ટ્રલ            3.00

વરાછા એ        2.00

અઠવા            2.00

વરાછા બી  
    1.50

<

p class=”12News” style=”margin:0 22.7pt .0001pt;”>ઉધના            1.00

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s