સંબંધીઓને ગોવા ફરવા લઈ ગયા અને તેમની જાણ બહાર કારમાં દારૂ છુપાવ્યો

– સચીન નવસારી રોડ ટવીન સીટી બંગ્લોઝની સામે બે કારમાં સીટ નીચે અને બોનેટ-બમ્પરના ચોરખાનામાંથી વ્હીસ્કીની 6194 બોટલ કબજે

– બંને કારમાં બે મહિલા અને ત્રણ બાળકો પણ હતા

સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચે કુટુંબી-સંબંધીઓને ગોવા ફરવા લઈ જઈ ત્યાં તેમની જાણ બહાર કારના ચોરખાનામાં દારૂ છુપાવી સુરતમાં ઘુસાડતાં ત્રણને રવિવારે સાંજે નવસારી રોડ ટવીન સીટી બંગ્લોઝની સામેથી ઝડપી પાડી બે કારમાં સીટ નીચે અને કારના બોનેટ-બમ્પરમાં બનાવેલા ચોરખાનામાંથી વ્હીસ્કીની 6194 બોટલ કબજે કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રૂ.4.93 લાખની કિંમતનો દારૂ, રૂ.21 લાખની કિંમતની બે કાર અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.26.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ગતસાંજે સચીન નવસારી રોડ ટવીન સીટી બંગ્લોઝની સામે વોચ ગોઠવી કપલેથા ચેક પોસ્ટ તરફથી આવેલી નંબર વિનાની ઈનોવા ક્રિસ્ટા અને મહિન્દ્રા એકસયુવી-500 ( નં.જીજે-05-જેએલ-6194 ) ને અટકાવતા ઈનોવામાં એક મહિલા અને ચાલક જયારે એકસયુવી-500માં ચાલક, પુરુષ, મહિલા અને ત્રણ બાળકો મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને કાર ચેક કરતા તેમાંથી દારૂ મળ્યો નહોતો. પરંતુ સચોટ બાતમી હોય બંને કારની ઝીણવટભરી તપાસ કરતા તેમાં સીટ નીચે અને કારના બોનેટ-બમ્પરમાં બનાવેલા ચોર ખાના મળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમાંથી કુલ રૂ.4,93,250 ની મત્તાની વ્હીસ્કીની 6194 બોટલ કબજે કરી ફાલ્ગુન ઈશ્વરભાઈ મેથીવાલા ( પ્રજાપતિ ) ( ઉ.વ.37, રહે.મકાન નં.101, ન્યુ સૌરભ સોસાયટી. એચ.પી.પેટ્રોલ પંપની સામે, મોરાભાગળ, રાંદેર, સુરત), વિકાસસિંગ ઇન્દ્રમણિ ઉપાધ્યાય ( ઉ.વ.23, રહે.બિલ્ડીંગ નં.15, રૂમ નં.8, એસએમસી આવાસ, સ્ટાર બજારની પાછળ, અડાજણ, સુરત ) અને આબીદ જુનેદ્દીન સૈયદ ( ઉ.વ.27, રહે.મલબારી બાબાનો ટેકરો, નવસારી બજાર, પૂતળી, સગરામપુરા, સુરત ) ની ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે રૂ.4.93 લાખની કિંમતનો દારૂ ઉપરાંત રૂ.21 લાખની કિંમતની બે કાર અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.26,25,750નો મુદ્દામાલ કબજે કરી તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ફાલ્ગુન તેના બે સાગરીત વિકાસસિંગ અને આબીદ સાથે મળી છેલ્લા કેટલાક સમયથી ગોવાથી દારૂ સુરતમાં ઘુસાડતો હતો. તે માટે તે કુટુંબી-સંબંધીઓને ગોવા ફરવા લઈ જઈ ત્યાં તેમની જાણ બહાર ગોવાના અનિલ ઉર્ફે અજય પાસેથી દારૂની બોટલો મેળવી તેને ચોરખાનામાં છુપાવી લાવતો હતો. કારમાં મહિલા અને બાળકો હોય પોલીસને શંકા પણ નહોતી જતી અને દારૂ પણ ચોરખાનામાં હોય પોલીસને મળતો નહોતો. ગતરોજ બંને કારમાં જે બે મહિલા અને ત્રણ બાળકો હતા તે પૈકી એક આબીદની પત્ની અને એક કતારગામની યુવતી હતી. જયારે ત્રણ બાળકો આબીદની પત્નીના ભાઈ-બહેન હતા. ક્રાઈમ બ્રાન્ચે ગોવાના અનિલ ઉર્ફે અજયને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s