વરીયાવ વિસ્તારની ઘટના: મધરાત્રે મિત્રને મળવાના બહાને બોલાવી તેના ઘરમાં ઘુસી જઇ પત્ની સાથે દુષ્કર્મ

– જનતા માર્કેટમાં દુકાન ધરાવતા મિત્રનું કારસ્તાન, મિત્ર ઘરની બહાર રાહ જોતો રહ્યો અને નરાધમે કુકર્મ આચર્યુઃ ફોન પર કબૂલાત કરી

સુરત
વરીયાવમાં રાત્રે 2 વાગ્યે ફોન કરી મિત્રને મળવા માટે ઘરની બહાર બોલાવ્યા બાદ જબરજસ્તી તેના ઘરે ઘુસી જઇ ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપી પત્ની સાથે દુષ્કર્મ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જહાંગીરપુરા પોલીસે નરાધમ મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરીયાવ વિસ્તારમાં રહેતા અનવર (નામ બદલ્યું છે) ને ગત રાત્રે 2 વાગ્યે તેના મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહીમ પટેલ (ઉ.વ. 20 રહે. કોસાડ આવાસ, અમરોલી) ફોન કરી મળવા માટે ઘર પાસે બોલાવ્યો હતો. સોહેલને અર્જન્ટ કામ હશે એવું વિચારી અનવર તેને મળવા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગયો હતો. પરંતુ સોહેલ ત્યાં હાજર ન હતો જેથી યુ-ટ્યુબ પર વિડીયો જોતા-જોતા તેની રાહ જોઇ રહ્યો હતો. આ અરસામાં સોહેલ અનવરના ઘરના ત્રીજા માળે ઘસી ગયો હતો. ઘરનો ડોરબેલ વગાડતા પતિ અનવર પરત ઘરે આવ્યો હશે એવું સમજી દરવાજો ખોલ્યો હતો.

પરંતુ દરવાજા પર પતિ અનવર નહીં પરંતુ તેનો મિત્ર સોહેલ હતો. દરવાજો ખોલતા વેંત સોહેલે અનવરની પત્નીનું મોઢું દબાવી દીધું હતું અને રૂમમાં લઇ જઇ ગળું દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું. સોહેલ મિત્રની પત્ની સાથે જયારે દુષ્કર્મ કર્યુ ત્યારે રૂમમાં બે વર્ષની અને બીજી 2 મહિનાની પુત્રી પણ સુતેલી હતી. સોહેલે મિત્રની પત્ની સાથે કુકર્મ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો અને અનવરને ફોન કરી તેણે આચરેલા કુકર્મની જાણ કરી હતી. જેથી અનવર ચોંકી ગયો હતો અને પત્ની પાસે ઘસી જઇ પૃચ્છા કરી હતી અને પરિવારને જાણ કર્યા બાદ આજે સવારે અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સોહેલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સોહેલના પિતા શહેરના રાજમાર્ગ સ્થિત જનતા માર્કેટમાં મોબાઇલની દુકાન ધરાવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s