સુરત: વરાછાના ડી સ્ટાફે પ્રોહીબીશનના ગુનામાં વોચમેનને માર માર્યાના આક્ષેપ બાદમાં બ્રેઈન હેમરેજ થયેલા વોચમેનનું મોત


– સિવિલ ખાતે વોચમેન પરિવારજનોએ જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી

સુરત.તા.6 સપ્ટેમ્બર 2021,સોમવાર

વરાછા પોલીસના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારતા બ્રેઈન હેમરેજ થઈ ગયું હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. વોચમેંનનુ સારવાર દરમિયાન આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે આજે સવારે તેનુ મોત થઇ જતા નવી સિવિલ ખાતે તેના પરિવારજનોએ તેમને માર મારનાર પોલીસ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડિંડોલીના મહાદેવ નગરમાં રહેતા અને હાલમાં વરાછા રોડ પર જેમ્સ ડાયમંડ કંપની પાસે રહેતા 50 વર્ષીય શિવસિંગ કુંવરસીંગ તોમરને ગત તારીખ 1લી સપ્ટેમ્બરે પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં ગત તારીખ ત્રીજીએ તે વરાછા પોલીસ મથકમાં પોતાનો મોબાઇલ અને પર્સ લેવા ગયો હતો બાદમાં ગત તારીખ ત્રીજી એ રાત્રે તેની તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પણ તે સમયે તેમની મેડિકલ લીંગ કેસ કરવામાં આવ્યો ન હતો બાદમાં ગત તારીખ ચોથીએ મોડી રાતે સિવિલના ડોક્ટરે સિવિલની પોલીસ ચોકીના પોલીસને જાણ કરી હતી. ત્યાં આજે સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

તેમની મોતના આ અંગે તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓને જાણ થતાં નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ધસી આવ્યા હતા. તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે વરાછા પોલીસના ડી સ્ટાફે તેને ઢોર માર મારતા જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું જેના લીધે તેમનું મોત થયું છે. વધુમાં પરિવારજનોએ એવી પણ માંગ કરી હતી કે જવાબદાર પોલીસ કર્મીઓ સામે તાકીદે ગુનો નોંધી ન્યાય જોઈએ. તેમને ન્યાય નહીં મળશે તો તેઓ રેલી સ્વરૂપે પોલીસ કમિશનર અને કલેક્ટરને રાજુઆતો કરી ન્યાયની માંગ કરશે. આ અંગે હાલમા તપાસ એસીપી કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s