સુરત: લીંબાયતમાં શ્રમજીવી યુવાનને ગળા અને માથામાં ચપ્પુ મારી ટપોરી યુવાને રૂ.100 લૂંટયા


– યુવાન કામ પર જતો હતો ત્યારે તેની પાસે આવી તેરે પાસ પૈસે કિતને હૈ ચલ નિકાલ કહી હુમલો કરી લૂંટી લીધો

સુરત,તા.6 સપ્ટેમ્બર 2021,સોમવાર

સુરતના લીંબાયત આંબેડકરનગરમાં રવિવારે સાંજે કામ પર જતા શ્રમજીવી યુવાનને ગળા અને માથામાં ચપ્પુ મારી ટપોરી યુવાન રૂ.100 લૂંટી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં લીંબાયત મીઠીખાડી હનુમાન મંદિરની સામે ગલી નં.16 ઘર નં.1034માં રહેતો 20 વર્ષીય સમીર ફતેમોહમંદ શેખ લીંબાયત આંબેડકરનગરમાં રમજાનભાઈની કાપડની દુકાનમાં મજૂરીકામ કરે છે. ગતસાંજે 7 વાગ્યે તે ચાલતો ચાલતો કામ પર જતો હતો ત્યારે આંબેડકર નગર પાસે ત્યાં રખડપટ્ટી કરતો અજય ઉર્ફે કાલ્યા મીઠીખાડી તરફથી ચાલતો ચાલતો તેની પાસે આવ્યો હતો. અજય ઉર્ફે કાલ્યાએ સમીરને કહ્યું હતું કે તેરે પાસ પૈસે કિતને હૈ ચલ નિકાલ. સમીરે મેરે પાસ પૈસે નહી હૈ કહેતા અજય ઉર્ફે કાલ્યાએ બળજબરીથી સમીરના પેન્ટના ખિસ્સા તપાસવા લાગતા સમીરે તેને ના પાડી ધક્કો માર્યો હતો.

આથી અજય ઉર્ફે કાલ્યાએ તેની પાસેની બ્લેડ વડે સમીરને ગળાના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર બે ઘા મારી તેના પેન્ટના જમણા ખિસ્સામાંથી રૂ.100 લૂંટી લીધા હતા અને ફરાર થઈ ગયો હતો.સમીરને લોહી નીકળતું હોય ત્યાં એકત્ર થયેલા લોકોમાંથી કોઈકે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે દોડી આવી હતી અને સારવાર માટે સમીરને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.બનાવની જાણ થતા લીંબાયત પોલીસે અજય ઉર્ફે કાલ્યા વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s