સુરત: તાલુકા પંચાયતના મહિલા કર્મચારીના ઘરમાંથી ધોળે દિવસે રૂ.1.75 લાખના સોનાના દાગીનાની ચોરી


– સાસુની હાજરીમાં જ તિજોરીની ચાવી પર્સમાંથી કાઢી લોકરમાંથી દાગીના ચોરનાર કોઈ જાણભેદું હોવાની આશંકા

સુરત,તા.6 સપ્ટેમ્બર 2021,સોમવાર

સુરતના મોટીવેડ ગામમાં રહેતા તાલુકા પંચાયતના મહિલા કર્મચારીના ઘરમાંથી શનિવારે ધોળે દિવસે રૂ.1.75 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. મહિલા કર્મચારીના સાસુની હાજરીમાં જ તિજોરીની ચાવી પર્સમાંથી કાઢી લોકરમાંથી દાગીના ચોરનાર કોઈ જાણભેદું હોવાની આશંકાને આધારે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટીવેડ ગામ ક્રિષ્ના સ્ટ્રીટ ઘર નં.244 માં રહેતા 29 વર્ષીય ભાવીનાબેન સુભાષભાઇ કંથારીયા ઘોડદોડ રોડ સ્થિત તાલુકા પંચાયતમાં લોક પ્રોજેક્ટ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત શનિવારે સવારે 11 વાગ્યે તેમના પતિ સાસુ રમીલાબેનને પોસ્ટ ઓફિસનું કામ પતાવી ઘરે મૂકી ઓફિસે ગયા બાદ ભાવીનાબેન ઘરને તાળું મારી સાસુ અને 8 વર્ષીય પુત્રી પરીને લઈ પોતાની ઓફિસે ગયા હતા. ત્યાં કામ પતાવી 12.15 કલાકે તે નાનપુરા બહુમાળી ભવન ખાતે વિધવા સહાયના કામે ગયા હતા. બપોરે બે વાગ્યે કામ પત્યા બાદ ભાવીનાબેને સાસુ અને પુત્રીને અઠવાગેટથી રીક્ષામાં બેસાડી ઘરે મોકલ્યા હતા અને પોતે નોકરીએ ગયા હતા.

સાંજે ઘરે પહોંચેલા ભાવીનાબેન સાસુના વિધવા સહાયના કાગળો તિજોરીમાં મુકવા ઘરમાં પડેલા પર્સમાં ચાવી લેવા ગયા તો ચાવી તેમાં નહોતી. ચાવી શોધી તો તિજોરીના મેઈન દરવાજામાં જ લટકતી હતી અને અંદર લોકર ખુલ્લું હતું. સાસુને તે અંગે પૂછતાં તેમને કોઈ જાણ નહોતી. આથી લોકરમાં પડેલા સોનાના દાગીનાના ત્રણ બોક્સ ખોલી જોયા તો તેમાં રૂ.1,75,260 ની મત્તાના સોનાના દાગીના નહોતા. પાડોશીઓને પૂછતાં ઘરે કોઈ આવ્યું ન હોવાનું જાણ્યા બાદ પતિને જાણ કરી બાદમાં ગતરોજ ભાવીનાબેને અજાણ્યા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દાગીના ચોરનાર કોઈ જાણભેદું હોવાની આશંકાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s