સુરતીઓમાં ગણેશોત્સવની ઉજવણી માટે ઉત્સાહનો સંચાર: કોરોના હળવો થતાં તહેવારની ઉજવણી શક્ય બની


– રાજકીય કાર્યક્રમોમાં ભીડ છતાં તંત્ર ઉદાસ અને ગણેશ ઉત્સવમાં નિયમોની કડકાઈ સામે લોકોમાં ભારે રોષ 

સુરત,તા.6 સપ્ટેમ્બર 2021,સોમવાર 

સુરત સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં થતાં ઘટાડાના કારણે હવે તહેવારની ઉજવણી માટે સરકારે  મંજુરી આપી છે. સરકાર દ્વારા મંજુરી અપાતા જ સુરતીઓમાં ઉત્સવની ઉજળણીનો ઉત્સાહ બેવડાયો છે. સુરતીઓ ગણેશ ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી કરી રહ્યાં છે પરંતુ તેમાં તંત્ર વિલન બને તેવી ભીતી લોકોને લાગી રહી છે. રાજકીય કાર્યક્રમોમાં ભીડ હોવા છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી પરંતુ ઉત્સવની ઉજવણી વખતે તંત્ર નિયમો બતાવતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સુરત સહિત ગુજરાતમાં ભાજપની જન આર્શિવાદ યાત્રા અને કોંગ્રેસ તથા આપની વિરોધ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થતાં લોકોએ ઉત્સવ નહી તો વોટ નહીંના બેનર લગાવ્યા હતા. જેની સામે સરકાર ઝુકી જઈને સૌથી પહેલા જન્માષ્ટમીની મંજુરી આપી હતી. સરકારે મંજુરી આપ્યા  બાદ સુરત સહિત સમગ્ર  ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર રંગેચંગે ઉજવાય્ હતો. જન્માષ્ટમીના તહેવારમાં ભક્તોની ભીડ  જોતાં તંત્ર ફરી એક વાર સંક્રમણ થાય તેવી ભીતી વ્યક્ત કરી ચુકી છે. દરમિયાન ગઈકાલે સુરતના ડુમસ વિસ્તારમાં ગણેશ ઉત્સવ માટે વિડિયો બનાવનારા યુવાનોની ધરપકડ કરવામા આવી હતી. 

હાલમાં જ ભાજપના એક કોર્પોરેટરે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં બર્થને ઉજવણી કરી તેમાં હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ ઉપરાંત રાજકારણીઓના કાર્યક્રમમાં પણ માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ દેખાતા નથી તેની સામે પણ કોઈ કામગીરી થથી નથી. પરંતુ તહેવારની ઉજવણી માટે લોકો ભેગા થાય કે તરત પોલીસ કે પાલિકા કામગીરી કરી રહી છે તેની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

જોકે, આવા બનાવ છતાં પણ સુરતીઓમાં ગણેશ ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રીથી જ રહેણાંક સોસાયટીઓમાં શ્રીજીની પ્રતિમાની પધરામણી થઈ રહી છે. આ વર્ષે મોટા ભાગની સોસાયટીઓમાં શ્રીજીની પ્રતિમા ઓછી ઉંચાઈની રાખવામાં આવી છે.  સોસાયટીના રહીશો કોવિડની ગાઈડલાઈન પ્રમાણે ગણેશઉત્સવની ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે. જન્માષ્ટમીની ઉજવણી બાદ લોકો માં ગણેશ ઉત્સવની ઉજવણીની માટે ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s