લગ્ન નહીં કરે તો બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપતા: પ્રેમીએ પ્રેમિકાનું ગળું અને હાથ કાપી બ્લેડ વડે ચ્હેરા પરની ચામડી કાઢી નાંખી


– ફરવાના બ્હાને નંદુરબારના જંગલમાં લઇ જઇ નિર્દયતાથી હત્યા કર્યા બાદ યુવતીની ઓળખ છુપાવવા ચહેરો બગાડી પરત સુરત આવી ગયો

– દસ દિવસ અગાઉ ભગાડીને વતનથી સુરત લઇ આવ્યો, પ્રેમિકાએ લગ્ન કરવાનું કહેતા ઝઘડો થયો, ધમકી આપતા હત્યાનો પ્લાન ઘડયો, પોલીસ ઘરે પહોંચી તો પરસેવો છુટી ગયો

સુરત
મહારાષ્ટ્રના નંદુરબાર સિટીના અંતરિયાળ વિસ્તારમાંથી મહિલાની ગળું અને હાથ કાપી તથા ઓળખ નહીં થાય તે માટે મોંઢા પરની ચામડી કાઢી નાંખેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલતા હત્યારાના રૂપમાં મૃતકના પરિણીત પ્રેમીને ઝડપી પાડયો છે. લગ્ન નહીં કરે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હત્યા કર્યાની કબૂલાત કરી છે.
ગત તા. 26 ઓગષ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ ઝાડીઝાંખરામાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. સિટી પોલીસે મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી જે અંતર્ગત મહિલાએ જે કપડા પહેર્યા હતા તેવી મહિલા નંદુરબાર રેલવે સ્ટેશનના સીસીટીવીમાં નજરે પડી હતી અને મહિલા સુરતથી આવનાર ટ્રેનમાંથી ઉતરી હતી. જેથી સિટી પોલીસે સુરત પોલીસનો સંર્પક કર્યો હતો. જે અંતર્ગત ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સી.આર. દેસાઇ અને તેમની ટીમે તપાસ હાથ ધરતા મૃતક મહિલા સીતા સનદકુમાર ભગત (ઉ.વ. 23 રહે. સીમરીયા મેનપુર, થાના. મસરથ, જિ. છપરા, બિહાર) હોવાનું જાણવા મળ્યું હતું.

પીએસાઇ દેસાઇ અને તેમની ટીમે સુરત અને ઉધના રેલવે સ્ટેશનના સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સીતાના પ્રેમી વિનયકુમાર રામજનમ રાય (ઉ.વ. 38 રહે. હાલ. રૂમ નં. બી 4, પટેલ કોમ્પ્લેક્ષ, કરંજ ગામ, તા. માંડવી, જિ. સુરત અને મૂળ મૂળ રહે. ખમહોરી, પોસ્ટ, રાજાપુર, થાના. જીબીનગર તરવાડા, જિ. શીવાન, બિહાર) ને ઝડપી પાડયો હતો. પોલીસ સમક્ષ વિનયે કબૂલાત કરી હતી કે સીતા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસબંધ હતો અને દસેક દિવસ અગાઉ તેના વતન છપરાથી સુરત લઇ આવ્યો હતો. સીતાએ વિનય સમક્ષ લગ્ન કરવા દબાણ કર્યુ હતું પરંતુ પોતે પરિણીત અને બે સંતાનનો પિતા હોવાથી લગ્ન કરી શકે એમ ન હતો. જેથી સીતાએ જો લગ્ન નહીં કરે તો બળાત્કારની ફરીયાદ નોંધાવવાની ધમકી આપી હતી. જેથી પોતાનું લગ્નજીવન બચાવવા વિનયે નંદુરબાર તરફ ફરવા લઇ જવાનું કહીને લઇ ગયો હતો. જયાં ગળું અને હાથ કાપી નાંખ્યા બાદ ઓળખ નહીં થાય તે માટે બ્લેડ વડે ચ્હેરા પરથી ચામડી કાઢી નાંખી હતી.

સુરત અને નંદુરબાર રેલવે સ્ટેશનના સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો
નંદુરબાર સિટીના અંતરિયાળ વિસ્તારમાંથી મહિલાની લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે નંદુરબાર રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મૃતક મહિલાએ જે કપડા અને ચંપ્પલ પહેર્યા હતા તેવી જ એક મહિલા ફૂટેજમાં નજરે પડી હતી અને જે ટ્રેનમાંથી ઉતરી હતી તે સુરતથી આવી હતી. જેથી નંદુરબાર પોલીસે સુરત પોલીસનો સંર્પક કરી વ્હોટ્સઅપ પર કપડા અને ચંપ્પના ફોટો મોકલાવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ સુરત અને ઉધના સ્ટેશનના ફૂટેજ ચેક કરી હત્યારા વિનય રાયનું પગેરૂ મેળવ્યું હતું.

સીસીટીવીથી બચવા ચાલુ ટ્રેનમાં ઉતર્યા પરંતુ….
વિનયે પ્રેમી સીતાની હત્યાનો ફુલપ્રુફ પ્લાન ઘડયો હતો. સુરત સ્ટેશનેથી ટ્રેનમાં બેઠા હતા પરંતુ નંદુરબાર રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ નહીં થાય તે હેતુથી સ્ટેશન પહેલા ટ્રેન ધીમી પડે ત્યારે જ ચાલુ ટ્રેનમાંથી બંને ઉતરી ગયા હતા. પરંતુ સ્ટેશનના પ્લેટફોર્મના નાકા પર લગાવવામાં આવેલા સીસીટીવીમાં બંને કેદ થઇ ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s