છેલ્લા પાંચ વર્ષમાં 2021 માં સૌથી ઓછો વરસાદ

– સુરતમાં
2020 કરતા ચાલુ
વર્ષે વરસાદ
43 ઇંચ (81 ટકા) ઓછો

– ચાલુ વર્ષે 33.12 ઇંચ (55.15 %), મહુવામાં સૌથી
વધુ
43.02, સૌથી ઓછો માંડવીમાં 20.68
ઇંચઃ
2020 માં 76.48 ઇંચ (136.60
%) હતો

      સુરત

સુરત
જિલ્લામાં ગત વર્ષ
2020
માં ઓગસ્ટ મહિના સુધીમાં 76.48  ઇંચ અને 136.60  ટકા વરસાદ વરસ્યો  હતો. જેની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 33.12 ઇંચ અને 55.15 ટકા જ વરસાદ નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં
આ વર્ષે
81 ટકા  અને 43 ઇંચ ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ પડયો
છે.

સુરત શહેર
અને જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન સરેરાશ
55 થી 60  ઇંચ વચ્ચે
વરસાદી પાણી પડે છે. તે જોતા આ વર્ષે મેઘરાજા રીસાયેલા રહેતા ઓગસ્ટ મહિના સુધીમાં સુરત
શહેર અને જિલ્લાનો અત્યાર સુધીનો કુલ વરસાદ
8280 મિ.મિ ( સરેરાશ
33.12 ઇંચ ) વરસાદી પાણી પડયુ છે. જયારે ટકાવારી જોઇએ તો અત્યાર
સુધીમાં
55.15 ટકા જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ
મહુવા તાલુકામાં
43.02 ઇંચ અને સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં
20.68 ઇંચ નોંધાયો છે. હવે સપ્ટેમ્બર મહિનો શરૃ થતા વરસાદનો હવે
એક જ મહિનો બાકી છે.

 આ વર્ષેના વરસાદની તુલના કરીએ તો ગત વર્ષ 2020 માં ઓગસ્ટ મહિના
સુધીમાં સુરત જિલ્લાનો કુલ વરસાદ
76.48 ઇંચ અને 136.60 ટકા વરસાદ નોંધાયો હતો. આમ ગત વર્ષ કરતા આ વર્ષે 43
ઇંચ ઓછો અને ટકાવારીમાં
81 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા
પાંચ વર્ષના ઓગસ્ટ મહિના સુધીના વરસાદમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

વર્ષ વરસાદ(ઇંચ) ટકાવારી

2017  45.72    83.72

2018  49.02    88.59

2019  60.96   111.81

2020  76.48   136.60


2021  33.12    55.15

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s