સુરત: ઉધનાની સ્કૂલમાં બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરવાનો આદેશ

સુરત, તા. 05 સપ્ટેમ્બર 2021 રવિવાર

સુરતમાં સતત કોરોનાના કેસ ઓછા થતા સ્કૂલ ધીમે ધીમે પુર્વવત શરૂ થઈ રહી છે. ધોરણ છ થી ઉપરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ થઇ રહી છે ત્યારે ઉધનાની એક સ્કૂલના ધોરણ નવ ના બે વિદ્યાર્થીઓ આવતા તંત્ર અને વાલીની ચિંતામાં વધારો થયો છે.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ નવ ના બે વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલિકા દ્વારા સ્કૂલમાં નહીં તે માટે સતત ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉધનાની સ્કૂલના ધોરણ 9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનો રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. એક તરફ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે સ્કૂલમાં ધોરણ નવ ના બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છે. સુરત મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.

સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પણ પ્રત્યક્ષ અભ્યાસ માટે તૈયાર થઈ રહ્યા છે. જોકે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માં માંડ 24 ટકા વાલીઓએ પ્રત્યેક્ષ શિક્ષણ માટે મંજૂરી આપી છે. 

દરમિયાન ઉધનાની સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા વાલીઓ ની ચિંતામાં વધારો થયો છે. કોરોના ના કેસ અનેક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્ર પણ ચિંતા માં મુકાયું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s