મરણપ્રસંગે વતન યુ.પી જવા લીધેલી BMW કાર ચાઉં કરી રૂ.3 લાખ માંગ્યા

– ચેનલ ડિરેક્ટરે કાર હડપ કર્યા બાદ ઓનલાઈન સેલીંગ સાઈટના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી

– કાર ઓનલાઈન વેચાણ માટે મૂકી દીધી

સુરત, : સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ઓનલાઈન સેલીંગ સાઈટના માલિક પાસેથી કાકાનું મૃત્યુ થતા યુપી જવા ટીવી ચેનલના ડિરેક્ટરે બીએમડબ્લ્યુ કાર લીધા બાદ પરત કરી નહોતી. ટીવી ચેનલના ડિરેક્ટરે કાર પરત કરવાના બદલામાં રૂ.3 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી કાર ઓનલાઈન વેચાણ માટે પણ મૂકી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઓડિશાના વતની અને સુરતમાં ડિંડોલી સી.આર.પાટીલ રોડ માનસી રેસિડન્સી 560 માં રહેતા 34 વર્ષીય સુદામકુમાર દંડપાણી પ્રધાન એફવીએમ કાર્ટનાં નામે ઇલેક્ટ્રોનિક અને આયુર્વેદિક પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરે છે. ગત નવેમ્બર 2020 માં મિત્ર શરદ ઇગલેએ તેમની મિત્રતા પાંડેસરા ડી માર્ટ નજીક ઈશાના બિઝનેસ હબ 316 માં ટીવી 9 ઇન્ડિયાના નામે ચેનલ ધરાવતા અરુણ શેષરામ પાઠક ( રહે.152, અવધ સંગરીલા, પલસાણા, સુરત ) સાથે કરાવી હતી. એપ્રિલ 2021 માં અરુણ પાઠક સુદામકુમારની ઓફિસે આવ્યો હતો અને તેમની બીએમડબ્લ્યુ કાર ( નં.જીજે-05-જેબી-5563 ) એક દિવસ માટે ચલાવવા લઈ ગયો હતો. તેના ત્રણ ચાર દિવસ બાદ રાત્રે અરુણ પાઠક સુદામકુમારના ઘરે આવ્યો હતો અને વતન યુપીમાં કાકાનું મરણ થયું છે, તાત્કાલિક જવું છે તેમ કહી કાર અને આર.સી.બુક લઈ ગયો હતો.

પાંચ-છ દિવસ બાદ અરુણ પાઠક પરત નહીં ફરતા સુદામકુમારે ફોન કર્યો તો તેણે યુપીમાં લોકડાઉન છે થોડા સમય બાદ આવીને કાર આપીશ તેમ કહ્યું હતું. જોકે, મે મહિનામાં તે સુરત પરત ફર્યા બાદ સુદામકુમાર તેની ઓફિસે કાર લેવા ગયો ત્યારે અરુણ પાઠકે તે બ્લેકના પૈસાથી કાર ખરીદી છે, હું પ્રેસનો ડિરેક્ટર છું આવી બધી બાબતો ચલાવી શકું નહીં, ઇન્કમટેક્ષ વિભાગમાં જાણ કરીશ તેમ કહ્યું હતું. સુદામકુમારે તેને કાયદેસર કાર ખરીદી છે કહેતા અરુણ પાઠકે તારે કાર પરત જોઈતી હોય તો રૂ.3 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું અને વિડીયો ઉતારી લાઈવ પ્રસારણ કરવાની ધમકી આપી હતી. થોડા દિવસ બાદ અરુણ પાઠકે કાર ઓનલાઇન વેચાણ માટે પણ મુકતા આખરે આજરોજ સુદામકુમારે અરુણ પાઠક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, પોલીસે મોડીરાત્રે ટીવી ચેનલના ડિરેક્ટર અરુણ પાઠકની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s