તું મારા ગામ આવી ઉઘરાણી કરીશ તો તને કોઈ નહીં બચાવી શકે


– સાડી ઉપર જોબવર્ક કરાવી રાજસ્થાની વેપારીનું ઉઠમણું

– પાંડેસરાના યુનિટમાં જોબવર્ક કરાવી વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટનો વેપારી રૂ.14.23 લાખ ચૂકવ્યા વગર વતન ભાગી ગયો

સુરત, : પાંડેસરા જીઆઇડીસીની રચના આર્ટ પ્રિન્ટસમાં સાડી ઉપર જોબવર્ક કરાવી રૂ.14.23 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટનો વેપારી ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો. વતન રાજસ્થાન ભાગી ગયેલા વેપારીએ મિલના અધિકારીને ધમકી પણ આપી હતી કે તું મારા ગામ આવી નાણાંની માંગણી કરીશ તો તને કોઈ નહીં બચાવી શકે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાંડેસરા જીઆડીસી બી રોડ પ્લોટ નં.243/1, 244/બી સ્થિત રચના આર્ટ પ્રિન્ટસ પ્રા.લી. ના અધિકૃત અધિકારી સતીષભાઇ સુરેશભાઇ ભીડે ( ઉ.વ.59, રહે.148, સરદાર પટેલ ટાઉનશીપ, વિજલપોર, નવસારી ) વર્ષ 2018 માં રીંગરોડ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટ દુકાન નં.533 માં રક્ષિતા ક્રિએશનના નામે દુકાન ધરાવતા સુરજસિંહ હિમસિંહ રાજપુતને મળ્યા હતા અને ધંધાકીય વાતચીત બાદ સુરજસિંહે 27 ડિસેમ્બર 2018 થી 6 જૂન 2019 દરમિયાન રૂ.14,23,279 નું સાડી ઉપર પ્રિન્ટનું જોબવર્ક રચના આર્ટ પ્રિન્ટમાં કરાવ્યું હતું. સતીષભાઈએ જોબવર્કના નાણાંની ઉઘરાણી કરતા સુરજસિંહે વાયદા કર્યા હતા અને બાદમાં દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.

રાજસ્થાનના ઉદયપુરના ગોગુંડાના બરવાડા ગામનો વતની સુરજસિંહ પોતાના ગામમાં જ છે તેવી હકીકત મળતા સતીષભાઈએ તેને ફોન કરી પેમેન્ટની વાત કરી તો સુરજસિંહે ધમકી આપી હતી કે તું મારા ગામ આવી નાણાંની માંગણી કરીશ તો તને કોઈ નહીં બચાવી શકે. હાલ પણ પોતાના ગામમાં જ રહેતા સુરજસિંહ વિરુદ્ધ સતીષભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ રૂ.14.23 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s