ઓલપાડના શિક્ષક ઓક્સિજન સિલિન્ડર સાથે રાખીને બાળકોને ભણાવી રહ્યા છે

– કૈલાસબેન
પટેલ કોરોનાથી સાજા થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ શરૃ થઇ પણ શિક્ષણકાર્ય કરાવવામાં
હિંમત હાર્યા નહી

          સુરત

કોરોનાની
બીજી લહેરની યાદ હજુ પણ લોકોને ધુ્રજાવી રહી છે. ત્યારે ઓલપાડની માઘર સ્કુલની
શિક્ષિકા કૈલાસબેન કોરોનામાંથી સાજા થયા પછી જે તકલીફો ઉભી થઇ તેની દરકાર રાખ્યા
વગર આજે વર્ગખંડમાં ઓકિસજન સિલિન્ડર સાથે રાખીને બે નાંખમાં સળીઓ મારફત કુત્રિમ
શ્વાસ લઇને બાળકોને ભણાવી રહ્યા છે.

આજે
રવિવારે શિક્ષક દિવસ ઉજવાશે. ત્યારે ઓલપાડના માઘર ગામની જિલ્લા પંચાયતની શાળામાં
ફરજ બજાવતા ૪૯ વર્ષીય શિક્ષિકા કૈલાસબેન ઠાકોરભાઇ પટેલનો પ્રેરણાદાયક કિસ્સો સામે
આવ્યો છે. છેલ્લા ૨૦ વર્ષથી આ શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મુળ
ચોર્યાસીના કવાસગામના વતની છે. કોરોનાની બીજી લહેર દરમ્યાન શિક્ષિકા પણ કોરોનાની
ઝપેટમાં આવી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે મહિનાની સારવાર બાદ
સાજા થઇને ઘરે આવ્યા
, પરંતુ મુશ્કેલી તેમની રાહ જોતી હોય તેમ એકાએક શરીરમાં વિકનેસ આવતા શ્વાસ
લેવામાં તકલીફો શરૃ થઇ હતી.

<

p class=”12News”>જેથી
ડૉકટરે તેમને ૨૪ કલાક ઓકિસજન સિલિન્ડરની મદદથી કુત્રિમ શ્વાસ લેવાનું કહેતા
મુશ્કેલી તો દૂર થઇ હતી. પરંતુ આ ઓકિસજન સિલિન્ડર સાથે સ્કુલે બાળકોને ભણાવવા કેવી
રીતે જવુ
? જોકે તે ચિંતા છોડીને તેમણે ઓક્સિજન સિલિન્ડર સાથે જ સ્કૂલે જવાનું શરૃ
કર્યું હતું. નાકમાં ઓકિસજન પાઇપની બે નળીઓ દ્વારા શ્વાસ લઇને તેમણે બાળકોને
ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૃ કર્યુ હતું. હાલમાં ઓફલાઇન શિક્ષણકાર્ય શરૃ થતા વર્ગમાં
પણ તેઓ ઓકિસજન સિલિન્ડર સાથે લઇ જાય છે અને બાળકોને ભણાવે છે. એટલુ જ નહીં
તાજેતરમાં યોજાયેલા શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમમાં વ્હીલચેર પર ઓકિસજન
સિલિન્ડર મુકીને ઉત્સાહથી પરીક્ષા આપી હતી. કૈલાસબેન હાલ પતિ મનિષભાઇ અને એકપુત્ર
એક પુત્રી સાથે સુરતમાં રહે છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અડગ રહીને પોતાના
કર્તવ્યો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. અને સાચા અર્થમાં શિક્ષિક દિનને સાર્થક કરી રહ્યા
છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s