SBIના ATM સેન્ટરમાં કાર્ડ બદલી ભેજાબાજોએ રૂ. 71,428 સેરવ્યા


– વાતમાં ભોળવી કરતબઃ મેડિસીન કંપનીન નેટવર્ક માર્કેટીંગ એજન્ટે પેમેન્ટ માટે રૂ. 89,500 ડિપોઝીટ કરાવ્યા હતા

સુરત
ભેસ્તાન ત્રણ રસ્તા સ્થિત એસબીઆઇના એટીએમ સેન્ટરમાં કેશ ડિપોઝીટ કરવા જનાર મેડિસીન કંપનીના નેટવર્કીંગ એજન્ટને વાતમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી લઇ અલગ-અલગ ટ્રાન્જેક્શન થકી રૂ. 71,428 ની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કરનાર બે ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
વડોદના ક્રિષ્ના નગરમાં રહેતા મેડિસીન કંપનીના માર્કેટીંગ એજન્ટ વિશ્વનાથ રામચંદ્ર મિશ્રા (ઉ.વ. 50 મૂળ. નૌગઢ, જિ. ઔરંગાબાદ, બિહાર) 21 ઓગષ્ટે ભેસ્તાન ત્રણ રસ્તા સ્થિત એસબીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં કેશ ડિપોઝીટ કરવા ગયો હતો. જયાં એટીએમ સેન્ટરમાં ડેબિટ કાર્ડથી રૂ. 49,500 ડિપોઝીટ કરી રહ્યો હતો ત્યારે બે યુવાનો ઘસી આવ્યા હતા. બે પૈકી એક યુવાને કેમેરા તરફ જોવાનું અને બીજા યુવાને મશીનમાંથી સ્લીપ કાઢીને આપતી વખતે ચાલાકી પૂર્વક ડેબિટ કાર્ડ સમીમ નામના એકાઉન્ટ ધારકનો કાર્ડ પધરાવી ચાલ્યા ગયા હતા. વિશ્વનાથે વધુ રૂ. 40 હજાર ડિપોઝીટ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કાર્ડ બદલાય જતા પ્રોસેસ થઇ નહીં થતા બેંકમાં જઇ રોકડ ડિપોઝીટ કરી હતી. વિશ્વનાથે ઇન્ડિયા સોલ્યુશનમાં પેમેન્ટ ચુકવવાનું હોવાથી પુત્ર સૌરભે રૂ. 90 હજાર ટ્રાન્સફર કર્યા હતા પરંતુ માત્ર રૂ. 20 હજાર ટ્રાન્સફર થયા હતા અને બેલેન્સ નહીં હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી ચોંકી જનાર વિશ્વનાથે નેટ બેકિંગનું સ્ટેટમેન્ટ ચેક કરતા રૂ. 10,000 ના ચાર ટ્રાન્જેક્શન ભેદવાડના એટીએમમાંથી, રૂ. 10,200 દક્ષેશ્વર મંદિર નજીક શક્તિ પેટ્રોલિયમ ખાતે કાર્ડ સ્વાઇપ કરી, રૂ. 1,228 અઠવાલાઇન્સ સ્થિત ધીરજ સન્સ, રૂ. 10,400 ઉધના ત્રણ રસ્તા સ્થિત ગેરેજ અને પેટ્રોલ પંપ પર અને રૂ. 9,600 રાજેન્દ્ર એસ. શાહના ખાતામાં ટ્રાન્સફર કરી કુલ રૂ. 71,428 ના ટ્રાન્જેકશન કર્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s