EWS આવાસમાં ઘર અપાવવાના બહાને રૂ. 6 લાખ પડાવનાર વધુ એકની ધરપકડ

– ઝડપાયેલા ભેજાબાજે પોતાની ઓળખ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તરીકે આપી હતી, લૂંટના ગુનામાં ઝડપાતા ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો

સુરત
કોસાડ ઇડબલ્યુએસ આવાસમાં ઘરની ફાળવણીના નામે શ્રમજીવી સાળા-બનેવી સહિત ત્રણ જરૂરિયાતમંદ પાસેથી રૂા. 1.10 લાખ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે વધુ એકની ધરપકડ કરી છે. સોલા પોલીસે લૂંટના ગુનામાં ઝડપી પાડયા બાદ ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.
જાન્યુઆરી 2020 માં એમ્બ્રોડરી કારખાનાના કારીગર નિતેશ તુલસી ગોહિલ (રહે. વિશાલનગર, એ.કે. રોડ, વરાછા) અને તેના સાળા જયેશ ગોહિલે ઇડબલ્યુએસ આવાસમાં ઘર મેળવવા ફોર્મ ભર્યા બાદ જતીન અને તેના પિતા લાલજી પટેલનો સંર્પક કર્યો હતો. જતીને પોતાની ઓળખ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર તરીકે આપી મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સારી લાગવગ છે એમ કહી આવાસમાં ઘરની ફાળવણી કરાવી આપવાની લાલચ આપતા સાળા-બનેવીએ એડવાન્સ પેટે રૂા.1.10 લાખ આપ્યા હતા. જતીને તેના બદલામાં સુમન ફ્લેટ નંબર-સી-510 ની રસીદ આપી હતી. પરંતુ ત્યાર બાદ જતીન અને તેના પિતા ભુગર્ભમાં ઉતરી ગયા હતા.

આ પ્રકરણમાં જે તે વખતે પોલીસે જતીનના ઇશારે રૂ. 1.10 લાખ લેનાર દિનેશ પરમાર અને ત્યાર બાદ જતીનના પિતા લાલજી ચીમન પટેલની ધરપકડ કરી હતી. જયારે ગત રાત્રે જતીન લાલજી પટેલ (ઉ.વ. 31 રહે. એ 106, સુમન સ્વર્ગ, કૃષ્ણકુંજ રેસીડન્સી સામે, અમરોલી અને મૂળ. બાવળા, અમદાવાદ તથા 303, ગૌરોવેરી ફેઝ-2, મીરા રોડ, મુંબઇ, મહારાષ્ટ્ર) નો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. જતીન તાજેતરમાં અમદાવાદના સોલા પોલીસમાં લૂંટના ગુનામાં ઝડપાયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s