ફેફસામાં 100 ટકા ચેપ સાથે વરાછાની મહિલાએ પાંચ મહિને કોરોનાને હરાવ્યો

35 વર્ષની મહિલા 90 દિવસ  વેન્ટિલેટર પર રહ્યીઃ સિવિલમાં ડોકટરો દ્વારા
સારવાર બાદ સાજી થતા પરિવારમાં ખુશી છવાઇ

         સુરત :

કોરોનાની
બીજી લહેર શરૃ થયા પહેલા વરાછાની મહિલા કોરોના સંક્રમિત થઈ હતી. કોરોનાની બીજી
લહેર પૂરી થઈ અને ત્રીજી લહેરની ભીતિ છે ત્યારે મહિલા પાંચ માસની લાંબી સારવાર બાદ
કોરોનાને હરાવી સાજી થઇ છે.  મહિલાના
ફેફસામાં
100 ટકા ચેપ હોવાથી 90 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા
હતા.

<

p class=”12News0″>સુરત શહેરમાં
કોરોનાની પહેલી લહેર પૂર્ણ થઈ રહી હતી તેવા સમયે વરાછા  વિસ્તારની
35 વર્ષીય મહિલાને ગત તા. 25 માર્ચના રોજ તાવ અને શ્વાસની તકલીફ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ
હતી.  તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો
હતો. તેનું ઓક્સિજન લેવલ ઘટીને ૮૫ થઈ જતા ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો. બાદમાં
તેમની તબિયત બગડતા છ દિવસ પછી  તેમને વેન્ટિલેટર
પર મૂકવામાં આવ્યા હતા. ગત તા.
275
2021ના  રોજ મહિલાને વધુ
સારવાર માટે નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને  તેમને આઇ.સી.યુ.માં વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા
હતા. ત્યાં મેડિસિન વિભાગના અને કોરોના નોડલ ઓફિસર ડોક્ટર અશ્વિન વસાવા અને  ડો. અમિત ગામીત સહિત ડોક્ટરની ટીમે તેમની સારવાર
શરૃ કરી હતી. એક  મહિના સુધી વેન્ટીલેટર પર
રાખવામાં આવ્યા હતા. તેમના ફેફસામાં
100 ટકા   ચેપ ફેલાઈ ગયો હતો અને તેની હાલત પણ ગંભીર હતી.
ડોક્ટરની યોગ્ય  સારવારથી તેમની તબિયતમાં ધીરે
ધીરે સુધારો આવવા માંડયો હતો. જેથી તેમને વારા ફરતી વિવિધ વોર્ડમાં એક માસ સુધી સારવાર
આપવામાં આવી હતી. ગત તા.
30મીના રોજ નવી સિવિલ ખાતે  ડોક્ટરોએ તેને રજા આપી હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s