ફુડકોર્ટ સામે સ્થાનિકોેની ફરિયાદને પગલે મ્યુનિ.એ કામગીરી અટકાવી


મ્યુનિ.
જાતે ફુટકોર્ટ બનાવે તો વધુ આવક થઇ શકેઃ સ્થાયી સમિતિની સંકલન બેઠકમાં ભાજપના જ સભ્યોનો
સૂર

સુરત,

સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિએ
દલાતરવાડી જેવો વહિવટ કરીને ભાજપના જ વોર્ડ પ્રમુખને નજીવા ભાડે ફુડ કોર્ટ માટે પ્લોટની
ફાળવણી કરી દીધી છે. આ ફાળવણી બાદ સ્થાનિકોનો વિરોધ થતાં પાલિકાએ હાલ પુરતી કામગીરી
અટકાવી દીધી છે. લોકોના વિરોધ બાદ સ્થાયી સમિતિના એક સભ્યએ ફુડ કોર્ટ માટે પાલિકા જગ્યાની
ફાળવણી કરે તેના બદલે પાલિકા જ ફુડ કોર્ટ બનાવે તો વધુ આવક થઈ શકે તેવો વિચાર રજુ કર્યો
હતો. 

સુરત મ્યુનિ.ના સ્થાયી અધ્યક્ષ પરેશ
પટેલે સુઓમોટો ઠરાવ કરીને પાલિકાના મોકાના પ્લોટ ભાજપના વોર્ડ પ્રમુખને નજીવા ભાવે
આપી દેતાં વિવાદ ઉભો થયો છે.  આરોગ્ય, ટ્રાફિક
સહિતના પ્રશ્નો રજૂ કરીને સ્થાનિક લોકોએ વિરોધ કરતા હાલમાં આ ફુડકોર્ટની કામગીરી પાલિકાએ
હાલ પુરતી બંધ કરાવી દીધી છે. જોકે, સ્થાનિકોની ફરિયાદ બાદ પ્રજાના મતે ચુંટાયેલા કોર્પોરેટરોએ
પ્રજાની ફરિયાદ સાંભળવાના બદલે વોર્ડ પ્રમુખનો પક્ષ લીધો છે. અને કામગીરી શરૃ કરાવવા
મહિલા કોર્પોરેટરે ધમપછાડા શરૃ કરી દીધા છે. બીજી તરફ ભાજપના કેટલાક કોર્પોરેટરો પણ
આ રીતે પ્લોટની ફાળવણીથી નારાજ છે.

સ્થાયી સમિતિની સંકલન બેઠકમાં ભાજપના
જ એક સભ્યએ કહ્યુ ંહતુ ંકે, આ પ્લોટ આવી રીતે ભાડે આપી દેવામાં આવે છે અને જેને ભાડે
આપે છે તે તગડી કમાણી કરે છે. જો ખુલ્લા પ્લોટમાં ફુડકોર્ટ બનાવી ભાડે આપવાનું હોય
તો તે કામગીરી પાલિકાએ જ કરવી જોઈએ. પાલિકા પોતે ફુડ કોર્ટ બનાવી ભાડે આપે તો પાલિકાને
મોટો આર્થિક ફાયદો થઈ શકે તેમ છે. ભાજપ શાસકોએ નજીવા ભાવે ફુડ કોર્ટ માટે જગ્યાની ફાળવણી
કરી દેતાં અન્ય પ્લોટ પણ ભાડે લેવા માટેની 
માગણી શરૃ થઈ ગઈ છે.

આપનું ભાજપ સાથે સેટીંગઃ પ્લોટ ફાળવણીના
વિરોધ માટે યોજેલી પ્રેસ કોન્ફરન્સ રદ કરી

<

p class=”12News” style=”text-align:justify;”>પાલિકાના શાસક પક્ષના સભ્યએ જ
શાસકો દ્વારા ભાડે અપાયેલા પ્લોટ મુદ્દે વિરોધનો સુર રજુ કર્યો છે પરંતુ પાલિકાના વિપક્ષ
ફરી એક વાર સ્થાયી સમિતિની પડખે ઉભો રહી ગયો છે. વિપક્ષ દ્વારા પ્લોટ ફાળળણીનો વિરોધ
કરવા માટે એક પત્રકાર પરિષદ યોજી હતી પરંતુ તે કેન્સલ કરી દેવાતા ભાજપ-આપ વચ્ચે સેટીંગ
થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s