તું કોણ છે, મને કેમ પકડે છે….પાલ-ઉમરા બ્રિજના નાકા પર ટીઆરબી જવાન પર બાઇક સવારનો હુમલો

– ત્રીપલ સવારી હોવાથી ઉભા રહેવા ઇશારો કરતા ચાલક બાઇક નજીક લઇ આવ્યો, જીભાજોડી કરી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ એક ઝડપાઇ ગયો

સુરત
પાલ-ઉમરા બ્રિજના નાકા પર પાલ પાટીયા પાસે ટીઆરબી જવાન સાથે જીભાજોડી કરી કોલર પકડી લઇ તું કોણ છે, મને કેમ પકડે છે એમ કહી અપશબ્દો ઉચ્ચારી માર મારનાર બાઇક સવાર ત્રણ મિત્ર પૈકી એકને ઝડપી પાડી અડાજણ પોલીસને હવાલે કર્યો છે.
શહેર ટ્રાફિક પોલીસના રીજીયન 4 નો ટીઆરબી જવાન સલમાન હનીફ શેખ (ઉ.વ. 22 રહે. નુરે ઇલાહી ટેનામેન્ટ, ન્યુ ગોરાટ રોડ, રાંદેર) ગત સાંજે પાલ-ઉમરા બ્રિજના નાકા પર પાલ પાટીયા પાસે ફરજ બજાવી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર ત્રીપલ સવારી જઇ રહેલા બાઇક સવારને ઉભા રહેવા સલમાને ઇશારો કર્યો હતો. પરંતુ ચાલકે બાઇક સલમાનની નજીક લઇ આવ્યો હતો અને ત્રણ પૈકી બે મિત્ર બાઇક પરથી પડી ગયા હતા. જેથી સલમાને તેમને પકડવાનો પ્રયાસ કરતા એક ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલા યુવાને તું કોણ છે, મને કેમ પકડે છે એમ કહી જીભાજોડી કરી અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. જેથી ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના અન્ય જવાનો દોડી આવ્યા હતા. સલમાને ઝડપી પાડેલા યુવાનને અડાજણ પોલીસને હવાલે કરી સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ઝડપાયેલા યુવાનની પુછપરછ કરતા તેણે પોતાનું નામ નરેશ ધનાભાઇ વાઘેલા (ઉ.વ. 23 રહે. પાલ-ઉમરા બ્રિજ નજીક ઝુંપડપટ્ટીમાં, પાલ પાટીયા) હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s