સિટી-BRTS બસમાં પહેલા કરતા મુસાફરોની સંખ્યા 1 લાખ જેટલી ઓછી


કોવિડ
પહેલાં વિવિધ રૃટો પર બસમાં ૨.૬૫ લાખ મુસાફરો નોંધાયા હતા, તેમાં હાલમાં ઘટાડો થઇને
1.60 લાખ

        સુરત,

કોવિડ 19ની અસર લોકોના નોકરી
ધંધા સાથે સાથે સુરત મ્યુનિ.ની સામુહિક પરિવહન સેવા પર પણ જોવા મળી રહી છે. સુરત અન
લોક થયું હોવા છતાં સીટી અને બીઆરટીએસ બસના મુસાફરોની સંખ્યામાં ઘટાડો જ રહ્યો છે.
કોવિડ પહેલાં સુરતમાં સીટી અને બીઆરટીએસ બસમાં ૨.૬૦ લાખની આસપાસ મુસાફરો મુસાફરી કરતા
હતા જોકે, હાલ અન લોક બાદ પણ 1.60 લાખની આસપાસ મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે.

સુરત સીટી બસના45 અને બીઆરટીએસ બસના
13 રૃટ છે આ બસ સેવામાં 800થી વધુ બસ દોડતી હતી. પરંતુ  કોરોનાના કારણે થયેલા લોક ડાઉન અને ત્યાર બાદ બીજી
લહેરમાં આવેલા નિયંત્રણની સીધી અસર સુરતની બસ સેવા પર જોવા મળી રહી છે.  સુરતમાં કોવિડ પહેલા સીટી બસ ૫૭૫ અને બીઆરટીએસ બસ
244 દોડતી હતી  જેમાં રોજના 2.65  લાખ મુસાફરો મુસાફરી કરતાં હતા. સીટી બસમાં 1.20
લાખ અને બીઆરટીએસ બસમાં 1.40 લાખ જેટલા મુસાફરો રોજ મુસાફરી કરતાં હતા.

કોરોનાના અન લોક બાદ સુરત મ્યુનિ.
બીઆરટીએસના તમામ 13 રૃટ પર 244 બસ  દોડાવી રહી
છે તેમાં એક લાખ  મુસાફરો મુસાફરી કરી રહ્યા
ંછે  જ્યારે બીજી તરફ સીટી બસના 34 રૃટ પર 320
બસ દોડી રહી છે જેમાં  માંડ 60થી 65 હજાર મુસાફરો
મુસાફરી કરી રહ્યાં છે. બસ સેવામાં મુસાફરો ઘટવા સાથે આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
આમ લોકોના રોજગાર ધંધાની સાથે સાથે કોરોનાની વિપરિત અસર પાલિકાની સામુહિક પરિવહન સેવા  પર પણ જોવા મળી રહી છે.

સ્કુલ-કોલેજ બંધ હોવાથી હજી પણ સીટી
બસના 11 રૃટ શરૃ થયા નથી

સુરત,

<

p class=”12News” style=”text-align:justify;”>સુરતના જાહેર પરિવહન પર સૌથી
મોટી અસર સ્કુલ અને કોલેજો હજી પુરી રીતે અન લોક નથી થઈ તે હોવાનું મનાઈ રહ્યું છે.   કોરોના પહેલાં સુરતના રસ્તા પર 575 સીટી બસ 45
રૃટ પર દોડતી હતી પરંતુ હાલ અન લોક બાદ સુરત મ્યુનિ.એ બીઆરટીએસ બસના તમામ રૃટ શરૃ કરી
દીધા છે પરંતુ સીટી બસના 45માંથી 34 રૃટ જ શરૃ કર્યા છે.  સીટી બસના 11 રૃટ એવા છે જેમાં સિટીની સ્કુલ અને
કોલેજના વિદ્યાર્થીઓ જ અપડાઉન કરતાં હતા. હાલ શાળા કોલેજ ફુલ  હાજરીથી શરૃ થઈ ન હોવાથી સ્કુલ કોલેજના 11 રૃટ છે
તે પાલિકાએ હજી પણ શરૃ કર્યા નથી.  પહેલાં સીટી
બસમાં 1.20 લાખ મુસાફરો મુસાફરી કરતા ંહતા પરંતુ હાલમાં માંડ 65 હજાર વિદ્યાર્થીઓ જ
મુસાફરી કરી રહ્યાં છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s