મ્યુનિ.માં કલાર્કની નોકરીના બહાને બે યુવાન પાસે રૂ.9.70 લાખ પડાવી લીધા


– મ્યુનિ.નો યુનિફોર્મ પહેરી કર્મચારીના સ્વાંગમાં ઈન્ટરવ્યુ પણ લીધો

– મ્યુનિ. કમિશ્નરની સહી, મ્યુનિ.ના લોગો-સિક્કા સાથે કોલ લેટર આપ્યો : મહિલા સહિત ચાર સામે ફરિયાદ

સુરત, : સુરતના ઓલપાડમાં રહેતા અને એમસીએનો અભ્યાસ કરતા 24 વર્ષીય યુવાન અને અન્ય વિકલાંગ યુવાનને મહાનગરપાલિકામાં કલાર્કની નોકરી અપાવવાના બહાને રૂ.9.70 લાખ પડાવનાર મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ પ્રકરણમાં બંને યુવાનને ઠગ ટોળકીએ મહાનગરપાલિકાના કમિશ્નરની સહીવાળો અને મહાનગરપાલિકાના લોગો-સિક્કાવાળો કોલ લેટર આપ્યો તે પહેલા એકે મહાનગરપાલિકાનો ડ્રેસ પહેરી કર્મચારી છે તેમ કહી આઇકાર્ડ બતાવી ઇન્ટરવ્યુ પણ લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત ઓલપાડના મોરથાણ ગામ કપીલેશ્વર મહાદેવ મંદીરની બાજુમાં નીશાળ ફળિયું ઘર નં.94 માં રહેતો 24 વર્ષીય આકીબ શબ્બીર અહેમદ મન્સુર હાલ એમસીએનો અભ્યાસ કરે છે. એક પરિચિત મારફતે તેનો સંપર્ક રૂબિનાબાનુ ગફારભાઇ મુલતાની ( રહે.બી/1, ફલેટ નં.603,ગુલશન પાર્ક એપાર્ટમેન્ટ, ધાસ્તીપુરા, વરીયાળી બજાર,સુરત ) અને તેના માનીતા પુત્ર જેનુલ આબેદીન અંન્સારી ( રહે. ડોક્ટર મુનીમ હકીમ ચીચીવાળાના દવાખાનાની સામે, હોડી બંગલા, સુરત ) સાથે જુલાઈ 2017 માં થયો હતો. બંનેએ અમારી સુરત મહાનગરપાલિકા અને અન્ય સરકારી કચેરીઓમાં મોટી ઓળખાણ છે અને સારી નોકરી અપાવીશું તેવી વાત કરતા આકીબે તેમને સુરત મહાનગરપાલિકામાં કલાર્કની નોકરી અપાવવા કહ્યું હતું. બંનેએ તે માટે રૂ.5.50 લાખની માંગણી કરી શરૂઆતમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરવું પડશે તેમ પણ કહ્યું હતું.

રૂબિનાબાનુ અને જેનુલે આકીબની મુલાકાત મજૂરાગેટ ખાતે એસએમસીનો યુનિફોર્મ પહેરીને આવેલા બે વ્યક્તિ સાથે કરાવી વિશ્વાસમાં લીધા હતા અને રુબિનાબાનુએ અગાઉ તે જ્યાં ભાડેથી રહેતી હતી તે માછલીપીઠ મોહમંદી એપાર્ટમેન્ટના ચોથા માળે ઈન્ટરવ્યુ પણ રાખ્યો હતો. ત્યાં જેનુલે મહાનગરપાલિકાનો ડ્રેસ પહેરી કર્મચારી છે તેમ કહી આઇકાર્ડ બતાવી ઇન્ટરવ્યુ પણ લીધો હતો. બાદમાં રુબિનાબાનુ અને જેનુલે આકીબ પાસેથી રૂ.5.50 લાખ લીધા હતા અને તેને મહાનગરપાલિકાના કમિશ્નરની સહીવાળો અને મહાનગરપાલિકાના લોગો-સિક્કાવાળો કોલ લેટર આપ્યો હતો. તે લેટર લઈ આકીબ મહાનગરપાલિકા ખાતે નોકરી માટે પહોંચ્યો ત્યારે તેને ઠગાઈ થયાની અને અન્ય એક વિકલાંગ યુવાન તૌસીફ અહમદ ફારૂક શેખ પાસેથી પણ ઠગ ટોળકીએ નોકરી અપાવવાના બહાને રૂ.4.20 લાખ લીધા હોવાની જાણ થઈ હતી.

મહાનગરપાલિકામાં કલાર્કની નોકરી અપાવવાના બહાને કુલ રૂ.9.70 લાખ પડાવનાર રૂબિનાબાનુ ગફારભાઇ મુલતાની, જેનુલ આબેદીન અન્સારી અને મહાનગરપાલિકાના ડ્રેસમાં મળનાર બે અન્ય વિરુદ્ધ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઠગ ટોળકીએ આ બે યુવાન ઉપરાંત અંકલેશ્વર અને ભરૂચના અન્ય ત્રણથી ચાર યુવાનો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s