દલાતરવાડી જેવો વહિવટઃ SMCનો પ્લોટ ફુટકોર્ટ માટે ભાજપ વોર્ડ પ્રમુખને ફાળવી દીધો


મ્યુનિ.ની  તિજોરીની આવકના ભોગે  મળતિયાઓનો વિકાસઃ  ભાજપ અને વિપક્ષ આપ ભાઇ-ભાઇની ભૂમિકામાં

સુરત,

સુરત મ્યુનિ.ના સ્થાયી અધ્યક્ષે
સુઓમોટો ઠરાવ કરીને મોકાના પ્લોટ નજીવા ભાડે ભાજપના કાર્યકરોને આપી દીધા છે. ભાજપના
કાર્યકરો પાલિકાને નજીવું ભાડું ચુકવીને સ્ટોલ ધારકો પાસે તગડું ભાડું વસુલવશે.  સુરતના ખુલ્લા પ્લોટ અત્યાર સુધી પાર્કિંગ માટે
ફાળવવામાં આવતા હતા પરંતુ હાલના શાસકોએ ભાજપના કાર્યકરો-નેતાઓને પ્લોટની લ્હાણી કરવાનું
શરૃ કરી દીધું છે. ભાજપ શાસકોની આવી નીતિના કારણે પાલિકાના મોકાની જગ્યાવાળા પ્લોટ
પર ન્યુસન્સ થઈ રહ્યું છે.

સુરત મ્યુનિ.ના સ્થાયી અધ્યક્ષ પરેશ
પટેલે સુઓમોટો ઠરાવ કરીને પાલિકાના અનેક પ્લોટ સસ્તા ભાડે ભાજપના કાર્યકરોને આપવાનું
શરૃ કરી દીધું છે. આવી જ રીતે રાંદેર ઝોનમાં ટીપી સ્કીમ નંબર 31 ( અડાજણ)ના ફાઈનલ પ્લોટ
નંબર 198 પાલિકાનો અનામત પ્લોટ છે. આ પ્લોટ પર સિઝનલ ધંધાવાળા કે કોઈ સંસ્થાને હંગામી
ધોરણે ભાડે આપવામા આવતો હતો. પરંતુ પરેશ પટેલે આ પ્લોટની લ્હાણી ભાજપના અડાજણના વોર્ડ
પ્રમુખ સુરેશ પટેલને છ મહિના માટે પ્રતિ ચો.ફુટ બે રૃપિયાના ભાવે ખાનગી ફુડ કોર્ટ માટે
આપી દીધો છે. 

પાલિકાનો 1795 ચો.ફુટના પ્લોટ માટે
મહિને એક લાખ જેટલુ ંભાડું પાલિકાને મળશે. પરંતુ ભાજપ પ્રમુખે આ જગ્યાએ 40 જેટલા સ્ટોલ
ઉભા કરી દીધા છે અને દરેક પ્લોટનું ભાડું 30થી 40 હજારની વચ્ચે રાખ્યું છે. જેના કારણે
મહિને ભાજપના વોર્ડ પ્રમુખને નવથી દસ લાખ જેટલું ભાડું મળશે.  પાલિકાની નીતિથી બહાર જઈને સ્થાયી અધ્યક્ષે ભાજપના
કાર્યકરોને પ્લોટની ફાળવણી કરી હોવા  છતાં વિપક્ષ
આમ આદમી પાર્ટી ચૂપ છે જેના કારણે ભાજપ- આપ ભાઈ ભાઈની ભુમિકામાં હોય તેવું ચર્ચાઈ રહ્યું
છે.

<

p class=”12News” style=”text-align:justify;”>સ્થાયી સમિતિ અધ્યક્ષે સુઓ મોટો
ઠરાવ કરીને આ પ્લોટ ફાળવી દીધા છે પરંતુ જો આ પ્લોટ ખાનગી ફુડ કોર્ટ માટે આપવાની જાહેરાત
કરી હોત તો પાલિકાને મોટી આવક થાત પરંતુ ભાજપના કાર્યકરોને સાચવવા માટે આ રીતે ખાનગીમાં
વહિવટ કરી દેવાયો છે. ભાજપના વોર્ડ પ્રમુખને પ્લોટ અપાવવામાં ભાજપના રાંદેર ઝોનના એક
મહિલા કોર્પોરેટરની ભુમિકા પણ મહત્વની મનાઈ રહી છે. ભાજપમાં તારૃ મારૃ સહિયારૃ થઈ રહ્યું
છે અને લોકોની હેરાનગતિ વધી રહી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s