આંખની સર્જરીના ખર્ચનો કાપેલો ક્લેઇમ ચૂકવવા વીમાં કંપનીને હુકમ-સુરત

પોલીસી શરતના ભંગના નામે રકમ કાપી લીધી હતી

કતારગામની
મહીલા વીમાદારના કુલ મેડી ક્લેઈમની રકમ પોલીસી શરતના ભંગના નામે કાપી લેનાર વીમા
કંપનીને ગ્રાહક સેવામાં ખામી બદલ વ્યાજ સહિત રૃ.13,430
 તથા અરજી ખર્ચ અને
હાલાકી બદલ રૃ.3 હજાર ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો
છે.

કતારગામ
જીઆઈડીસી ખાતે સ્મૃત્તિ સોસાયટીમાં રહેતા ફરીયાદી કુસુમબેન અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે
પોતાના પુત્ર મારફતે વર્ષ-2014થી ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીનો હેપ્પી ફેમીલી
ફ્લોટર મેડીક્લેઈમ પોલીસી ધરાવતા હતા. વર્ષ-2019માં કુસુમબેનને આંખમાં તકલીફ જણાતા
આઇ હોસ્પિટલમાં દાખલ થઇ સર્જરી કરાવતા રૃા.35 હજારનો સારવાર ખર્ચ થયો હતો. તે માટે
વીમા કંપનીને ક્લેઇમ કરતા વીમા કંપનીએ માત્ર રૃા.21,600
 ચૂકવ્યા હતા. જેથી ગ્રાહક કોર્ટમાં
ફરિયાદ કરાઇ હતી.  સુનાવણી બાદ ગ્રાહક
કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈ વીમા કંપનીએ ફરિયાદીના કુલ ક્લેઈમની રકમ
ખોટી રીતે કાપી ગ્રાહક સેવામાં ખામી બદલ વીમાદારને અરજી ખર્ચ અને હાલાકી મળીને કુલ
રૃ.14 હજાર વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s