સુરત: ઉંદર કરડતા યુવાનને સિવિલમાં એમએલસી કેસ વગર સારવાર રેસીડન્ટ ડોક્ટરે નહી કરતા હોબાળો

સુરત,તા.2 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

ઉધના દરવાજાના યુવાનને ઉંદરે કરડતા સારવાર માટે નવી સિવિલમાં આવ્યો હતો ત્યાં એક ડોક્ટરે MLC કેસ વગર સારવાર નહીં કરવાથી ત્યાં ભારે હોબાળો મચી ગયો હતો .

નવી સિવિલ ખાતે મળેલી વિગત મુજબ ઉધના દરવાજા ખાતે રહેતો 23 વર્ષીય ચેતન કિરણભાઇ રાજપૂત ફાયનાન્સના કામકાજ સાથે સંકળાયેલા છે. બુધવારની રાત્રે ઘર બહાર એક ઉંદરે તેના ડાબા પગમાં કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવ્યો હતો ત્યાં તેને કેસ પેપર કઢાવ્યા બાદ ડોક્ટરે તેને ઇજેક્શન આપી સારવાર આપીને રજા આપી દીધી હતી. બાદમાં તેને રાત્રે પગમાં દુઃખાવો શરૂ થયો હતો અને આજે સવારે અસહ્ય દુઃખાવા થતા તેને સારવાર માટે ફરી નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં લાવ્યા હતા. ત્યારે ચેતનને ઉંદરે કરડયુ હોવાનું કહ્યું હતું.

તેથી ત્યાં એક રેસિડન્ટ ડોક્ટરે આ કેસમાં એમએલસી એટલે કે મેડિકલ લીંગ કેસ કરાવીને લાવવા કહ્યું હતું. જેથી તે મૂંઝવણમાં પડી ગયો હતો કે ઉંદર કરડવામાં પણ એમએલસી કરવું પડે. જેથી ત્યાં અંગે હોબાળો થયો હતો જ્યારે એમએલસી કેસ વગર તેની સારવાર ના થતા આખરે તે ટ્રોમા સેન્ટરમાં મેડિકલ ઓફિસર ડોક્ટર આર.ડી બર્મન પાસે ગયો હતો. ત્યાં મેડિકલ ઓફિસર તેને કહ્યું કે આ કેસમાં કોઈ એમએલસી કેસની જરૂર ન હોવાનું જણાવ્યું હતું . જેથી તેમણે દર્દીને સારવાર આપીને દવા લખી દર્દીને ઘરે પરત મોકલતા મામલો થાળે પડ્યો હતો. જ્યારે સિવિલના કોઈક ડૉકટરો પોતાની મનમાની કરતા હોય એવું લાગે છે જેને કારણે દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેડિકલ ઓફિસર ડોક્ટર આર. ડી બર્મન કહ્યું હતું કે કુતરા, બિલાડી અને ઉંદર વ્યક્તિને કર દે તો. એમએલસી કેસ કરવાની જરૂર નથી. કારણકે તેમાં ઝેર જેવું હોતું નથી કે પોલીસ તપાસની જરૂર નથી. જેથી આ અંગે અમેએલસી કેસ કરવાની જરૂર નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s