મૂક માસુમ બાળકીએ માતા-પિતાને ડિવોર્સનું અંતિમ પગલું ભરતા પાછા વાળ્યા


-સુરત

દંપતી ત્રણ વર્ષથી અલગ રહેતું હતું ઃ ડિવોર્સના અંતિમ નિર્ણય પર પહોંચ્યા બાદ બાળાના ભવિષ્યને ધ્યાને લઇ એક છત નીચે રહેવાનું નક્કી કર્યું

માત્ર
ત્રણ જ વર્ષના દાંપત્યજીવનમાં સર્જાયેલા મતભેદોના પગલે છેલ્લાં ત્રણેક વર્ષોથી અલગ
રહેતા દંપતિએ છુટાછેડાના અંતિમ નિર્ણય લેતા પહેલાં છ માસના કન્સીલેશન સમયમાં
પોતાની ત્રણ વર્ષની માસુમ બાળકીના ભવિષ્યને ધ્યાને લઈને છૂટાછેડાના આખરી પગલાં
ભરવાને બદલે સંસારની કેડીએ પરત ફર્યા હોવાની વિગતો સાંપડી છે.

સુરતમાં
રહેતા વૈશાલીબેનના લગ્ન વર્ષ-2015માં મૂળ રાજસ્થાનના વતની વિશાલભાઈ સાથે થયા હતા.જો
કે ત્રણ વર્ષના સુખી દાંપત્ય જીવનથી મૂક માસુમ પુત્રીનો જન્મ થયા બાદ પતિ-પત્ની વચ્ચે
નાની નાની બાબતે મતભેદો થતાં સંબંધોમાં તિરાડ પુરાવાને બદલે  દિવસે દિવસે મોટી થતી જતી હતી.જેથી વર્ષ-2018થી
વૈશાલીબેન તથા વિશાલભાઈ વચ્ચે એક છત નીચે રહેવું શક્ય ન જણાતા બંને અલગ અલગ રહેતા હતા.

જેથી
સાથે રહેવું શક્ય ન હોવાથી બંને પક્ષકારો વચ્ચે એકબીજાની સંમતિથી કાયમી ધોરણે છુટા
થવાનો અંતિમ નિર્ણય લઈને છુટાછેડા મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.અલબત્ત
કાનુની જોગવાઈ મુજબ દંપતિ વચ્ચે પરસ્પર સંમતિથી છુટાછેડા  લેવા આવેલા પક્ષકારો વચ્ચે કન્સીલેશનનો છ માસનો
સમયગાળો રાખવામાં આવે છે.જે દરમિયાન અદાલતને છૂટાછેડાના અંતિમ પગલું લેવાનો નિર્ણય
કરનાર બંને પક્ષકારો વચ્ચે અટવાતા ત્રણ વર્ષની માસુમ બાળકીના ભવિષ્યને ધ્યાને લઈને
મધ્યસ્થીકરણની પહેલ કરી હતી.જેથી બંને પક્ષકારો વચ્ચે મીડીએટર તરીકે પ્રીતીબેન
જોશીએ મધ્યસ્થી માટેની ભૂમિકા ભજવતા માત્ર ત્રણ વર્ષની મૂક બાળકીના ઉજળા ભવિષ્યને
ધ્યાને લઈને છુટાછેડાનો અંતિમ માર્ગેથી પરત ફરીને સંસારની કેડીએ ફરીથી ચાલવાનો
નિર્ણય લીધો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s